________________
૧૮૨
સિદ્ધચક્ર માહા જિનમંદિર છે, છતાં તે પાપના સ્થાનરૂપ છે એ વાક્યને હુંઢીયા (જૈનશાસનમાંથી બહાર થએલે એક સંપ્રદાય. આ સંપ્રદાયના જેને પ્રતિમાને પૂજતા નથી, એ શાખા અમદાવાદ ખાતેથી ફેંકાશાહ નામના લહીઆએ પ્રવ
વી હતી) હંમેશાં આગળ કરે છે પરંતુ “ જિનમંદિર છતાં એ પાપનું સ્થાન છે” એ શબ્દ કેવા અર્થમાં, કેવા સંગોમાં, કેવા પ્રસંગને અનુસરીને ઉચ્ચારાયા છે તે જેવાવું જોઈએ. સાધુને રહેવા માટે સાધુના નિવાસસ્થાન તરીકે વાપરવા માટે યા સાધુની આજીવિકા ચલાવવા માટે જે જિનમંદિર બાંધવામાં આવે છે તે મંદિર ભલે જિનબિંબાંકિત હય, તે પણ તે પાપનું સ્થાન છે. શાસ્ત્રાજ્ઞા પ્રમાણે બંઘાવેલા જિનમંદિરે તે પાપના સ્થાનરૂપ નથી; પરંતુ એ તે પુણ્યના મહાધામરૂપ છે. હવે શ્રીકમલપ્રભસૂરીશ્વરજીને સમય ખ્યાલમાં લેવું પડશે. એ પ્રસંગ ખ્યાલમાં લીધા વિના એ પ્રસંગની મહત્તા ને ઉપરના વાકાને સાચો અર્થ ખ્યાલમાં આવે તેમ નથી. ભગવાન કમલપ્રભસૂરીશ્વરજી મહારાજાએ જ્યાં એ નિકાલ આપે કે “ * * * આ રીતિએ હસ્તીમાં આવેલું જિનમંદિર એ પાપના સ્થાનરૂપ છે એટલે તે સઘળા શ્રાવકે તેમની સામે થયા હતા, જતિઓ પણ તેમની સામે થઈ ગયા હતા, વિરોધ એટલે બધે થવા પામ્યું હતું કે કંઈ પૂછવાની વાતજ નહિ આ ક્રોધમાં ને ક્રોધમાં સઘળાએ આચાર્યશ્રીનું નામ “સાવઘાચાર્ય” પાડી દીધું. ચિત્યવાસીઓએ આટલે સખ્ત વિરોધ કર્યો, લોકેએ આટલે