________________
ચારિત્રપદ
૨૪૭
નથી. સઘળી અશુભ ક્રિયાઓનો ત્યાગ તે ખરે જ; પરંતુ તેની સાથે શુભ ક્રિયાઓ એટલે મેક્ષને મેળવી આપનારી અને કર્મનિર્જરા કરનારી ક્રિયાઓમાં અપ્રમાદપણે થતું વર્તન એજ ચારિત્ર છે. ચારિત્ર આવું મહાન છે, છતાં તેને સાચે સ્વાદ તે તેને અનુભવનારાનેજ મળે છે. માત્ર ચારિત્રની વાતે કરવાથી ચારિત્ર મળી જતું નથી, એને ખ્યાલ રાખજે. સારાં સારાં પકવાન બનાવે, પરંતુ જે તે કાચની સુંદર પેટીમાં મૂકીને બહાર જોયા કરશે, તે તેથી કાંઈ ભૂખ ભાંગવાની નથી. એ ભૂખ તે જ્યારે ભાંગે કે જ્યારે એમાંથી કેળી લઈને તે તમે મેંમાં મૂકી દે છે ત્યારે તેજ પ્રમાણે ચારિત્રની વાર્તા અને ચારિત્રની મહત્તા-ગુણકથનથી પણ ચારિત્રને મીઠે આસ્વાદ નહિ જ મળી શકે. ચારિત્રના કેડ રાખવા એનેજ જે તમે ચારિત્રની આરાધના માનતા હે તે તે એને અર્થ એ થાય છે કે દૂરથી પેટીમાં મૂકેલી
ઈ તમે જોયા કરે છે, તેથી તમારી ભૂખ ભાંગે છે. ચાસ્ત્રિ એટલે અશુભ કિયાને ત્યાગ અને શુભ ક્રિયાઓના આદરમાં પ્રવૃત્તિ, એ બંને સ્વીકારી લે છે ત્યારે તેનું નામ ચારિત્ર છે. ચારિત્ર હંમેશાં બે કાર્ય કરે છે. સંવર એટલે આવતાં કર્મોથી તે બચાવે છે અને નિર્જરા એટલે સંચિત કર્મને નાશ કરે છે; આઠ કર્મના સંચયને તે નાશ કરે છે. સંવર અને નિર્જરાના સમૂહરૂપ એ ચારિત્રને આરાધવાનું શાસ્ત્રો કહે છે અને તેનું સ્થાન નવપદજીમાં આઠમું રાખ્યું છે. હવે મોક્ષ મેળવવા માટેના સાધન રૂપ તપ, તેની મહત્તાને વિચાર કરે જરુરી છે.