Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 317
________________ ૨૬૪ સિદ્ધચક્ર માહાત્મ્ય માટે શાસ્ત્રકારોએ સૂર્યની ઉપમા આપી છે. જેમ અંધારાના થર ઉપર થર ચઢેલા હોય તે છતાં જ્યાં સૂર્યના પ્રકાશ આવે છે કે એથર નાશ પામે છે; તેજ પ્રમાણે કર્મોના પણ્ થરના થર ખાઝેલા છે. એ થર તપરૂપી સૂર્યના રશ્મિએ (કિરણેા) પડવા માંડે છે કે ત્યાં વિલય પામે છે. સૂર્ય અને તપ તેની સરખામણીનું બીજું એક મહત્ત્વનું કારણુ એ છે કે સૂર્યને જેમ ખાર સંક્રાંતિએ હાય છે તેજ પ્રમાણે તપના પણ બાર ભેદો હોય છે. એ ખારે ભેદોથી યુક્ત એવું જે તપ, તેજ સાચું તપ છે. સૂર્યની એક પણ સંક્રાંતિ ખંડિત હોઇ શકતી નથી. જો સૂર્યની એક પણ ક્રાંતિ ખડિત હોય, તા તેથી સૂર્યની પ્રતિભામાં એટલી ખામી છે; તેજ પ્રમાણે તપના પણ મારે માર ભેદો પરત્વે રૂચિ હાય તાજ તે તપ એ તપ છે ! એવું તપ એ પૂર્ણુપ્રકાશવાન છે. જ્યાં સૂર્યના કિરણ પડે છે ત્યાં અધકાર ઉભા રહી શકતા નથી; તેજ પ્રમાણે તપરૂપી સૂર્યના પ્રકાશ પડે છે, ત્યાં અનાદિના કર્મો પણ ઉભા રહી શકતા નથી. સૂર્ય અને તપ એ અને સરખાવીએ છીએ, પરંતુ તે છતાં એટલું યાદ નાખવાનુ છે કે તપ એ તે સૂર્યથીએ વધારે સુંદર છે. સૂર્યના પ્રકાશ વધે છે-તાપ વધે છે તે આપુ' જગત ત્રાહિ ત્રાહિ થઈ રહે છે; એટલુંજ નહિં પણ અનેક એકિન્દ્રીય અને પાંચેન્દ્રિય એવા જીવાના પણ તેથી અંત આવે છે, ત્યારે તપ ગમે એટલુ વધે; તે પણ શાંતિ ! તપની આરાધના શી રીતે થાય ? તપ એ આવું મહત્ત્વવાળુ સ્થાન છે, અતિ મહત્ત્વશાળી

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326