________________
ઉપસંહાર
૨૬૭
નથી કે જ્યાં સાયની અણી મૂકીને પણ તમે એમ કહી શકે કે ભાઇ, ફલાણા ૨ંગ અહીં પુરા થાય છે અને અહી થી ફૂલાણા રંગ આર’ભાય છે. સૂર્યકિરણેામાં સાતે રંગ અવિ ભક્તપણે ભેગા થએલા દૃષ્ટિએ દેખાય છે. તેજ પ્રમાણે સિદ્ધચ*જીના નવપદા એક સાથેજ અવિભાજ્યપણે જોડાયેલા છે.
કેાઈ એમ કહેશે કે એ નવપદામાં એક પદની મહત્તા વધારે છે અને બીજા પદની મહત્તા ઓછી છે; તે તેનું તે કથન યુક્તિયુક્ત લેખાશે નહિ, કારણ કે નવપદે પરસ્પર ગુ'થાએલા છે. સિદ્ધત્વને આપણે સંપૂર્ણ સત્ય માનીએ છીએ, પણ સંપૂર્ણ સત્યની એકલાનીજ કિંમત આંકે, તે તે વાસ્તવિક નથી. સંપૂર્ણ સત્યના શેાધક તે અરિહંત ભગવાના છે અને તેથીજ સિદ્ધત્વની સાથે અરિહંત જોડાય છે. હવે અરિહ'તત્વ અને સિદ્ધત્વને ધ્યાનમાં લેતી વેળાએ તરતજ એવા વિચાર કરવાજ પડે છે કે એ અરિહંત આદિ તા હતા ત્યારે હતા, પરંતુ તપશ્ચાત્ આજે આપણે માટે એ ધારી માને સલામત રાખનાર કાણુ છે ? આ પ્રશ્નનું પરિશીલન કરતાં આપણી નજર તરતજ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદ ઉપર વળે છે. પરંતુ આ પાંચ પઢને સ્વીકાર કરીને પણ આપણી ગાડી ત્યાંજ અટકી જઈ શકતી નથી; આગળ તરતજ એવા વિચાર ઉભેા થાય છે કે ભાઈ ! એ પાંચ પદો ઉપાસવા લાયક તા ખરાજ, પણ શું એ પાંચે પદા સ્વયંભૂ હતા ? જવાબ મળશે કે ના ! નહિજ ! પાંચે પદ સ્વયંભૂ ન હતા. અરિહંત અરિહંત બનીનેજ જન્મ્યા ન હતા. સિદ્ધ સિદ્ધ બનીને જન્મ્યા ન હતા અને