________________
૨૭૦
સિદ્ધચક્ર માહાસ્ય
વેશ્યાના ધામમાં પતિભક્તિ સંભવી શકે? કદી નહિ ! ત્યારે મોક્ષનાજ શોધક, મોક્ષનાજ સ્વરૂપરૂપ, મોક્ષનાજ પ્રતિપાદક અને મોક્ષનાજ દાયક એવા ત પાસે મેક્ષ સિવાય બીજું કાંઈ હાઈ પણ શકે ખરું? હવે મેક્ષ સિવાય તેમની પાસે કંઈ ચીજ છેજ નહિ અને છતાં આપણે તેની પાસે તેવીજ ચીજ માંગીએ, તે એ આપણી મૂર્ખાઈ જ ગણાય કે બીજું કાંઈ વારૂ ? - ધાણે કે એક રાજા છે, પણ તેણે રાજપાટને પરિત્યાગ કરી દીધું છે અને તે જંગલમાં જઈને રહ્યો છે. તેણે જાહેર કર્યું છે કે પોતે લક્ષમીને ત્યાગ કરી ગયો છે. હવે એવા માણસની પાસે આપણે જઈને ભિક્ષા માંગીએ, કરગરીએ, અરે લાકડી લઈને મારવા ઉભા થઈએ છતાં તે અર્થ કયાંથી આપી શકે ? એજ ન્યાયે ન પદે મેક્ષસ્વરૂપજ છે તે પણ પગલિક સંપત્તિ પણ આપી કયાંથી શકે? આથી નવપદેને આરાધનારાની એ સૌથી પહેલી અને મોટામાં મોટી ફરજ છે કે તેણે મેક્ષને ધ્યાનમાં રાખીને મોક્ષના હેતુપૂર્વક ન પદેને આરાધવા જોઈએ. એવા હેતુ વિના જે આરાધના થાય છે એ સાચી આરાધના નથી જ ! પણ તે સાથે જ બીજી એક વાત નોંધી લેવાની છે ! દ્રાક્ષના ખેતરમાં જ્યારે મજુરો દ્રાક્ષ તેડવા જાય છે ત્યારે મજુરને રોટલા ખાવા ઘેરે જવું નથી પડતું, ત્યાંજ ખેડુતેને ભૂખ લાગી હોય તેટલી દ્રાક્ષ ખાવાની છૂટ હોય છે તે જ પ્રમાણે નવપદારાધનથી કિવા બીજા સઘળાએ ધર્માચરણથી જે પુણ્ય બંધાય છે તેથી પૌરાલિક સુખસંપત્તિ પણ વણમાગ્યે મળતી જાય છે.