Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 316
________________ તપપદ ૨૬૩ આજ્ઞાધારક તે ખરે, તે પણ તેણે નીતિશીલતા તે પાળવી જ રહી! દર્શન, જ્ઞાન ચારિત્ર અને તપ આ પ્રમાણે પરસ્પરાવલ બી હેવાથી તેને આ કામમાં જ રાખવાના છે. જે તે ક્રમ ન હોય તે તેથી ઉલટો અનર્થ થાય છે. તપેલો કેયલે હોય તે બીજાને બાળશે નહિ, પણ ઉના રાખશે, કેયલાની માફક જ લેખંડ; લોખંડ ઉભું કરી તેને ઠંડુ પાડો અને પછી તેને હાથમાં પકડી લો, પરિણામ એ આવશે કે તપેલું લોખંડ ઉનું લાગશે, પરંતુ તે બાળી નાખશે નહિ. તે જ પ્રમાણે સંવર વિનાનું તપ છે. આવું તપ કર્મોને ઉના રાખશે, પરંતુ તેને બાળશે નહિ. માત્ર સંવરવાળું તપ તેજ એક એવી ચીજ છે કે જે કર્મને બાળી નાખે છે. “તપ” એ તે સૂર્યથીએ સુંદર છે. આત્મપદ એ જેવું અનાદિ છે તેજ પ્રમાણે કર્મ એ પણ અનાદિજ છે. અનાદિકાળની કર્મની જડ ઉખેડવી એ માત્ર તપના જ હાથમાં છે; બીજા કેઈપણ ગુણના હાથમાં નથી. ઘણી વાર અન્ય વસ્તુઓ બહુ બળવાન હોય છે, પરંતુ જ્યાં તેનો શત્રુ આવી સામે ઉભો રહ્યો કે ખલાસ ! વાદળાનું ઝુંડ આકાશમાં ગમે તેવું જબરું હોય, ઘટા ગમે એવી ભયંકર હેય; પરંતુ જે એટલામાં જ તેને શત્રુ-પવન આવ્યું તે માની લેજે કે વાદળાં ખલાસ. અંધારૂં ગમે એટલું ઘર હોય, અંધારૂં સઘળે ફેલાયેલું હોય પરંતુ જ્યાં સૂર્યોદય થાય છે કે ત્યાં અંધારૂં ખલાસ. તેવી જ રીતે કર્મબંધનનું પણ છે; તપસ્યાથી માત્ર અંતમુહૂર્તમાં ' પણ બધા કર્મોનો નાશ થઈ જાય છે. તપને એટલાજ

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326