________________
તપપદ
૨૪૯
ગયા છે. એ ચરિત્રની રચના કરતાં તેઓશ્રી નવપદની અકથનીય મહત્તાને વર્ણવે છે. શ્રીપાળચરિત્રમાં શ્રીપાળની આપણે જે મહત્તા જોઈ છે તે મહત્તા તેને શાથી મળે છે તેને વિચાર કરે. શ્રીપાળ કેણ? એક રસ્તાને ભિખારી! કઢી, સડી ગએલે, જેને દેખીને લેકેને ઘણા આવતી હતી; જેના શરીરમાંથી દુર્ગધી પ્રસરતી હતી, જેને અડકવાને પણ લોકો તયાર ન હતા ! આપણને અડકશે તે રેગ થશે માટે એ પીડાને કાઢે અહીંથી જ, એમ માનીને જ લોકે જેની પીડાને કાઢતા હતા; તેજ શ્રીપાળ રાજા થાય છે–મહારાજા થાય છે અને અપૂર્વ કાદરને પામે છે. એ સઘળું શાને આભારી છે તેને ખ્યાલ કરો. માટીનું સ્થાન ક્યાં છે તે વિચારે. માટી એ માટી છે. તે પગ નીચે છુંદાવાને સરજાએલી છે. પગ નીચે છુંદાય છે–દાય છે. લોકે તેના ઉપર થૂકે છે, મળમૂત્ર ત્યાગ કરે છે. એ બધું માટીના ઉપરજ થાય છે, પરંતુ તેજ માટી માથે ક્યારે ચઢે છે ? એજ માટી નીભાડામાં પેસે છે, તપે છે અને ઘડારૂપે થાય છે ત્યારે એજ માટી ઘડા રૂપે થઈને માથે ચઢે છે! જુઓ માટી એની એજ ! પહેલાં કેઈએ એમ કહ્યું હેત કે, “મૂકને માટી તારા માથા પર !” તે બિચારી બેરીઓએ તેને ગાળ માની કહેનારની ખબર લઈ નાખી હોત; પરંતુ એજ માટી જ્યારે તપે છે ત્યારે સ્ત્રીઓ એજ માટીને માથે રાખી ફરવામાં આનંદ માને છે ! ત્રણ દલાલ
જેમ માટી પગ નીચે છુંદવા લાયક હતી તેવી દશા પહેલાં શ્રીપાળ મહારાજાની હતી ! અરે ! માટીથી પણ