________________
તપપદ
૨૫૯
સંબંધમાં તમે શ્રેણિક મહારાજાનું દષ્ટાંત લે, એટલે તમારા લક્ષમાં આખી વાત આવી જશે. શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ્યકત્વના ધણી હતા અને તેમની બીજી બાજુએ ક્ષાપથમિક સમ્યકત્વના ધણી એવા સાધુઓ હતા. આ પ્રસંગમાં સાધુમહારાજાએ શ્રેણિક મહારાજને વંદન કર્યાં ન હતા, પરંતુ શ્રેણિક મહારાજાએ મહારાજાઓને વંદન કર્યા હતા. શ્રેણિક મહારાજા અને સાધુઓની હવે ગુણને લક્ષમાં રાખીને તુલના કરો. આ રીતે તુલના કરતાં માલુમ પડી આવે છે કે ગુણની અપેક્ષાએ શ્રેણિક મહારાજા ઉત્કૃષ્ટ છે. જ્ઞાનને અંગે એથે ગુણઠાણે રહેલાં છે, અષ્ટપ્રવચનમાતા જેટલું તે તેમનું જ્ઞાન છે. દેવતા નિયમિત ત્રણ જ્ઞાનવાળા હઈ શાસનનું કાર્ય “કરનારા છે,” ચતુર્વિધ સંઘનું વૈયાવચ્ચ કરવાનું કાર્ય એમનું છે, શાંતિ સમાધિની કરનારા છે, ત્રણ જ્ઞાનના ધણી છે, આટલું છતાં જ્યાં વંદના કરવાની વાત આવે છે, ત્યાં વંદના તેમને નહિ, પરંતુ તે તે તેમના કરતા ઓછા ગુણવાળા છતાં સાધુનેજ કરવાની હોય છે. જ્ઞાનગુણ આરાધવા લાયક છે, પરંતુ જ્ઞાનગુણવાળે આરાધવા રોગ્ય નથી જ. ક્ષાયિકદર્શનવાળ, ક્ષાપશમિકવાળાને વંદના કરે છે, તે તેમાં સાધુએ નિષેધ કરવાનું નથી. ક્ષાયિકસમકિતી દેવતાઓ પણ સાધુને વંદન કરે છે, ચારિત્રગુણની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી ઉપાસવા લાયક ગણાય છે, પરંતુ તે ગુણને ધારક ગુણ તરીકે ઉપાસવા લાયક તો નથી જ ગણી શકાતે. એજ રીતે દર્શનગુણવાળા પણ ચારિત્રગુણ ન હોય તે આરાધવાલાયક માન્યા નથી. પરંતુ ચારિત્રગુણ અને એને ધારક ગુણી એ બેને તે આરાધવા લાયકજ