________________
૨૬૦
સિદ્ધચક્ર માહાસ્ય
માનેલા છે. એટલાજ માટે ચારિત્રગુણના ગ્રહણની મહત્તા માનેલી છે. એ રીતે તે મેક્ષના અભિલાષીઓ માટે દેવપદોને અને ગુરુપદેને આરાધવા લાયક ગણ્યા છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણ ગુણને ગ્રહણ કરવા લાયક માન્યા છે; પરંતુ હજી એક વસ્તુ બાકી છે, હવે એ બાકી રહેલી વસ્તુ શી છે તે અને તેને શે પ્રભાવ છે તે વિચારે. વ્યાજ ભર્યું, મુદલ બાકી છે !
લશ્કર હંમેશાં ગઢની બહાર રહીને લડે છે; પરંતુ એ લશ્કરની પાછળ ગઢમાં પણ લશ્કર ભરેલું હોય છે. તેજ પ્રમાણે દર્શન, જ્ઞાન અને ચારિત્ર પામ્યાં એટલે કર્મોને આવતાં બંધ કર્યા તેથી મોક્ષ મળવાનું નથી. શાહુકારનું વ્યાજ પતાવી દે છે, તેથી કાંઈ શાહુકાર ખાતુ બંધ કરી દેતા નથી. ખાતું તે ત્યારેજ બંધ થાય છે કે જ્યારે તમે તેની મુદલ રકમ પણ ચુકવી આપે છે. એજ રીતે તમે આવતાં કર્મોને તે બંધ કર્યા, પરંતુ ભવભવતરના જે કર્મોનો અંદર સંચય થયું છે તેનું શું ? જે એ કર્મોને દૂર ન કરે તે સમજી લે છે કે બંગલાની બહાર સંખ્યાબંધ લાઈટે કરી છે, પરંતુ બંગલામાં સદંતર અંધારૂં છે ! એ સંગ્ર હિત થએલાં કર્મોના વિનાશને માટે સમ્યક્ત્વ એ સિદ્ધરસાયન છે. ધ્યાન એ તપને જ પ્રકાર છે, પરંતુ તપ જે તડાકાથી કર્મબંધને વિખેરી શકે છે, તે તડાકાથી ધ્યાનકર્મબંધને નાશ કરી શકતું વથી, ધ્યાનથી જે તપની. સઘળી જરૂરિઆતે પુરી કરી શકાતી હોત; તે તે તીર્થ કર મહારાજાને શું એ વાતની માહિતી ન હતી કે તીર્થંકર મહારાજાઓએ પણ ધ્યાન કરતાં તપ કરવાનું જ યંગ્ય માન્યું