________________
તપપદ
૨૫૧
ધ્યાનમાં લેવાનું હોય છે. એ સ્વરૂપ જ્યારે તમે ધ્યાનમાં લે છે ત્યાર પછી જ તમે દાગીનાની કિંમત કરે છે અને પછી તેને ખરીદે છે. જેમ દાગીને ખરીદતાં પહેલાં દાગીનાનું સ્વરૂપ ધ્યાનમાં લેવાવું જોઈએ, તેજ પ્રમાણે નવપદની આરાધના કરતાં પહેલાં નવપદનું સ્વરૂપ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. જે નવપદજીમાં મેક્ષ દેવાની, પુણ્ય બંધાવવાની અને પાપ રોકવાની શક્તિ જ ન હોય તે પછી મેક્ષાભિલાષી આત્મા તેનું આરાધન કરી શકે જ નહિ એ સીધી, સાદી અને સ્પષ્ટ વાત છે. હવે એ પ્રશ્ન થશે કે પુણ્ય બંધાવી આપે અને પાપને આવતું રેકી રાખે એવા બેજ ગુણ હોય, તે નવપદની આરાધના થાય કે ન થાય? ઉત્તર સ્પષ્ટ છે કે આ બેજ ગુણે હોય, તે પણ મેક્ષભિલાષી જીવથી તે નવપદજીને નહિંજ આરાધી શકાય ! મેક્ષની તાકાત એજ મહત્વની ચીજ છે. નવે પદે સાથે રહ્યાં છે, તે બધાં એક સાથે સંબંધમાં આવ્યાં છે અને એક સૂત્રમાં તેઓ રહ્યાં છે; એનું કારણ મેલબંધન છે, અર્થાત મોક્ષના દેરાએજ તેઓ પરસ્પર બંધાએલાં રહ્યાં છે. હવે એ નવપદને મોક્ષ સાથે જ કેમ સંબંધ છે તે વિચારી જુઓ. અરિહંત ભગવાનેએ મેક્ષમાર્ગને પ્રકટ કર્યો છે. જે અરિહંત ભગવાન ન હોત તે એમના સિવાય જગતમાં બીજે કઈ મેક્ષમાર્ગને પ્રતિપાદક કે પ્રકાશકજ ન હતા. હવે સિદ્ધનું સ્વરૂપ ધ્યાનમાં લો. સિદ્ધ મહારાજનું સ્વરૂપ એટલે સર્વ કર્મ રહિતપણું એટલે પિતેજ ખુદ મેક્ષ સ્વરૂપ. શ્રી અરિહંત ભગવાન એ જગતના વ્યવહારની ભાષામાં બેલીએ તો સિદ્ધ ભગવાનના અથવા મોક્ષના દલાલ છે. જેમ મોક્ષના દલાલે છે તેજ