Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 309
________________ ૨૫૬ સિદ્ધચક્ર માહાય વિનાના બની ગયા છે. પરંતુ ગુરુઓથી સર્વથા કષાયરહિત નથી બની શકાયું, એટલે તેઓએ કષાયનું પારિમાર્જક ઔષધ આગામે પિતાની સાથેજ રાખ્યા છે. આથી સાબિત થાય છે કે પરમેષ્ઠીઓ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વિનાનાજ છે. દર્શન એ ગુણ છે, તે ગુણ આરાધવા લાયક છે ખરે, પરંતુ ગુણ એ ગુણને ધારણ કરવાવાળા આરાધ્ય નથી. ગુણ અને ગુણ બંને આરાધ્ય ત્યારે માનવામાં આવે છે કે જ્યારે ગુણ ધ્યાનમાં લઈએ છીએ ! ગુણની અપેક્ષાએ ગુણ અને ગુણ બંને આરાધવા લાયક છે. ગુણને લગતી આ બાબત અગુણ-દુર્ગુણને લાગુ પડી શકતી નથી. દુર્ગુણ તિરસ્કારવા લાયક છે; પરંતુ દુર્ગુણ તિરસ્કારવા લાયક નથી જ, દુર્ગુણી દયાને પાત્ર છે. દુર્ગણી જે દયા મેળવવાની અવસ્થાને પણ વટાવી જાય છે, ત્યારે તેના પ્રત્યે ઉદાસીનતા ધારણ કરવી જોઈએ એવી દશાને તે પામે છે; આ દશા માધ્યરથ ભાવના કહેવાય છે. આ સ્થિતિને પણ જે દુર્ગણ વટાવી જાય છે તે કારૂણ્ય ભાવની પાત્રતા પામે છે. એનાથી ભયંકર અને અધમ દશાને જે ધારણ કરે છે તે દશા તે મધ્યરથ ભાવનાને માટે એગ્ય છે. क्रूरकर्मसु निःशंकं देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥ એવું શાસ્ત્રકારોએ કહ્યું છે. જે વ્યક્તિ ભયંકર કાર્યોમાં પ્રવૃત્તિ કરનારી છે, દેવતા, ગુરુ અને ધર્મની નિન્દા કરનારી છે અને એવા પાપી કાર્યોમાં નિર્ભય અને શંકા રહિત છે, તેવા માણસે પણ ઠેકાણે આવવા પામે છે, પરંતુ એવા

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326