________________
૨૫૪
સિદ્ધચક્ર માહાસ્ય આપતાં બંધ થાઓ એટલે મનરૂપી ભડભડ અગ્નિ શાંત બની જશે. મન અનિને પ્રજવળતે બંધ કરવાનો સીધેસાદે ઉપાય એ થયો કે તેને અપાતે રાક-તેને અપાતાં સાધને બંધ રાખવાં. ત્યારે હવે વિચારે કે મનને સળગતું રહેવાને માટે કઈ કઈ ચીજની જરૂર છે ? મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણ, જગતના પેટ્રોલથી પણ વધારે ભયંકર વાલાગાહી પદાર્થો છે. એ પદાર્થો મનરૂપી અગ્નિમાં પડે છે કે તરત જ ભડભડાટ મનરૂપી અગ્નિ સળગી ઉઠે છે; માટે જે મનને ભડકાના સ્વરૂપમાં પરિવર્તન પામતું બચાવી લેવું હોય તે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણ જવાલાગ્રાહી તે તેમાં નાખતાં બંધ થાઓ. મિથ્યાત્વાદિક યુગ આપણે કહીએ છીએ, પરંતુ યાદ રાખો કે રોગ તે પાંગળો છે. યોગ ત્યારે પરિણામ લાવે છે કે જ્યારે એમાં મિથ્યાત્વ આદિ ભળે; તે સિવાય નહિ. જે મિથ્યાત્વાદિ ન હોય તે ચાહે તેવાં ભયંકર કર્મો આવેલાં હોય, તે પણ તે બીજે સમયે નાશ પામે છે. તેથીજ કર્મબંધનનું ખરૂં કારણ પણ બને તે કહેવાય છે. રાગદ્વેષાદિને નાશ કરીએ, તેને ટાળીએ તેજ મનને સળગતે દાવાનળ બંધ પડે છે; અર્થાત્ નવપદને ઉદ્દેશ મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિને ટાળ વાનેજ છે. અગ્નિમાં તેલ નંખાતું બંધ કરે એટલે અગ્નિ સળગતે બંધ થાય છે, તે જ પ્રમાણે નવાં આવતાં કર્મ બંધ કરવાં જોઈએ. નવાં આવતાં કર્મો બંધ થાય છે કે જુનાં જે કર્મો ભેગાં થએલાં હોય તેને રસ્તે કરે સહેલે થઈ પડે છે. આથી જ નવે પદ મિથ્યાત્વ,