________________
૨૫૦
સિદ્ધચક્ર માહાસ્ય
ખરાબ! માટી ઉપર તે તમે પગ પણ મૂકી શકે છે, પરંતુ મહારાજા શ્રીપાળને શરીરે તે કઈ પગ લગાડવા પણ તૈયાર ન હતું. તેમની તે અવસ્થા ફરી ગઈ તે નવપદના આરાધનાને પ્રતાપે! પરંતુ તેમણે કરેલી નવપદની આરાધનાને જ માત્ર લક્ષમાં રાખવાથી દહાડો વળવાને નથી. એ આરાધના કયા હેતુપૂર્વક થઈ છે, તે વિચારી લેવાની જરૂર છે. શ્રીપાળ મહારાજે મેળવેલી રિદ્ધિસિદ્ધિજ જે આપણને યાદ રહે અને તેમણે એ આરાધના કરવામાં રાખેલ હેતુ આપણે ભૂલી જઈએ તે આપણે પીત્યું, કાત્યું, તે કપાસ જેવું થએલું છે એમ માની લેજે. શ્રીપાળ મહારાજે પિગલિક રિદ્ધિસિદ્ધિ મેળવી હતી, તે ખરૂં છે; પરંતુ તેમણે કરેલી નવપદની આરાધનાનો હેતુ તે પરમ ફળ મેક્ષ મેળવવાનું હતું અને તેથી જ નવમે ભવે તેઓ મેક્ષ પામશે. તેમણે મોક્ષના ધ્યેયથી જ આરાધના કરી હતી એ વાત જે આપણા ધ્યાનમાં હોય અને તેવા લક્ષપૂર્વકજ જો આરાધના થાય, તેજ તે સાચી આરાધના હોઈ ત્યાં ભવ્યપણાની છાપ છે, નહિ તે નહિ. ભવ્યપણાની છાપ નથી, એટલે ક્રિયા કરવાની ના કહું છું એમ ન માનશે. ક્રિયા કરવાની તે જરૂર જરૂર ! પરંતુ છા૫ કયારે મરાય છે-શાસ્ત્રકાર ધમીપણું કબુલ કયારે રાખે છે તેને જવાબ તે એટલે જ છે કે જ્યારે મોક્ષને હેતુપૂર્વકજ આરાધના થાય છે ત્યારેજ. હવે નવપદની આરાધનાથી જ મોક્ષ થાય છે તેનું કારણ શું છે તે વિચારે. જગતના વ્યવહારમાં તમે સેનારૂપાના દાગીના ખરીદવા જાઓ છે, ત્યારે તમે પહેલો દાગીને લઈ લેતા નથી; પરંતુ દાગીને લઈ લેતાં પહેલાં દાગીનાનું સ્વરૂપ તમારે