________________
૨૪૬
સિદ્ધચક્ર માહામ્ય ખુરસી પર બેસનારે કે હવે જોઈએ તે જાણે છે કે? જેણે વિગ અને પ્રત્યે પણ પહેર્યા છે અને જે સભા દ્વારા ચુંટાયેલો પણ છે, તે જ માણસ વડી ધારાસભાની ખુરસી પર બેસી શકે છે. વડીસભાદ્વારા ચુંટાએલે હોય છતાં જે તે પ્રમુખના પિોષાકમાં ન હોય તે તેને માટે ખુરસી તૈયાર નથી; તેજ રીતે ભળતે જ માણસ પ્રમુખના કપડાં પહેરી લે અને ધારાસભાહોલમાં ઘુસી જઈને પ્રમુખની ખુરસી પર ન બેસી શકે ! જો તેમ થાય તે સિપાઈઓ તેને ધક્કો મારીને દૂર હડસેલી મૂકે ! બેરિસ્ટરને ઝભ્ભો પહેરનારે અભણ બેરીસ્ટરી નથી કરી શકતે પણ બીજી બાજુએ બેરીસ્ટર થયેલે પણ પિષાક વિના કોર્ટમાં નથી દાખલ થઈ શકતું ! કલદાર રૂપીએ એટલે શું ? ધારો કે રૂપિયામાં સોળે સેળ આન ચાંદી હેય અને ઉપર રાજાની છાપ ન હોય તે તે રૂપીએ નથી, તેજ રીતે ઉપર છાપ હોય પણ ઠરાવ કરતાં અંદર ચાંદી ઓછી હોય તે તે પણ રૂપી નથી. આ બધા ઉદાહરણે ઉપરથી એવું સાબિત થાય છે કે એકલો ગુણ અથવા એકલા ગુણની નિશાની એ કાંઈ પણ કામ કરી શકતી નથી. ગુણ પણ હોવું જોઈએ, અને તેની દશ્યમાન સંજ્ઞા પણ હોવી જોઈએ. તેજ પ્રમાણે ત્યાગપરિણનિ એ ગુણ પણ હોવો જોઈએ અને ચારિત્રરૂપ સાધુતાને દશ્યમાન વેષ એ સાધુતાનું દશ્યમાન લક્ષણ પણ હોવું જોઈએ એ બંને વસ્તુઓ હોય–બંને વસ્તુઓ સાથે હોય, ત્યારે તેનું નિર્ભેળ એકીકરણ તે ચારિત્ર છે. ચારિત્ર એ આત્માને ગુણ છે; પરંતુ એટલા માત્રથી તેની આરાધના કરવામાં આવતી