________________
૨૪૪
સિદ્ધચક્ર માહા ગૃહસ્થપર્યાય ૩૦ ને છે. હવે એ ત્રીશ વર્ષમાં છેલ્લા બે વર્ષની ભગવાનની સ્થિતિ કેવી હતી, તેને વિચાર કરે. છેલ્લા બે વર્ષમાં ભગવાન પિતાના નિમિત્તે રાધે રાક ખાતા ન હતા, ઉકાળેલા કે અચિત જળથી સ્નાન કરતા ન હતા, તેમના જીવનની સઘળી કાર્યવાહી સાધુના જેવીજ હતી. છતાં જિનશાસને એ બે વર્ષ ત્રીશ વર્ષના ગૃહસ્થ પણામાંથી ઓછા કરી ગૃહસ્થપણું અઠ્ઠાવીસ વર્ષનું માની લીધું નથી, તેજ પ્રમાણે એ બે વર્ષ સાધુપણામાં ઉમેરીને સાધુપર્યાય ૪૪ વર્ષને ગર્યો નથી. છેલ્લા બે વર્ષ દરમિયાન ભગવાનને ત્યાગ ગમે તે જીવંત હતું, ત્યાગની પરિણતિ જોઈએ તેવી જવલંત હતી, છતાં એ સઘળી પ્રવૃત્તિ ત્યાગમાં ગણવામાં આવી નથી. હવે ધ્યાનમાં રાખજે કે ત્યાગની આવી પ્રવૃત્તિ નિષ્ફળ નથી. પૌષધ ન કરનારા કરતાં પૌષધ કરનારો શાસનદષ્ટિએ આદરણીય છે; પરંતુ તેની એ પ્રવૃત્તિ તેના આત્માને લાભદાયી નીવડે છે, તેથી તેના ઉપર શાસ્ત્રકારે ધર્મ મુદ્રા મારી આપતા નથી. શાસ્ત્ર કારે તે સાધુપણાની ધર્મમુદ્રા ત્યારે મારી આપે છે કે જ્યારે સાધુપણાને છેલ્લે અંશ પણ કંપલીટ થાય છે ત્યારે આપણે શાસ્ત્રોને આધારે એ વાત જાણીએ છીએ કે તીર્થકર ભગવાને જ્યારે ચારિત્રના સંજોગોમાં આવે છે. ત્યારે તેમને મન:પર્યવજ્ઞાન થાય છે. હવે વિચાર કરે કે ભગવાન મહાવીર દેવને મન:પર્યવજ્ઞાન થયું હતું, તે દીક્ષાના વેશમાં ચારિત્ર લીધા પછી થયું હતું, કે ચારિત્ર લીધા પહેલાં તેમને ત્યાગપરિણતિ થવા પામી ત્યારે થયું હતું ? આ પ્રશ્નને સીધે સાદે અને