________________
૨૧૮
સિદ્ધચક્ર માહાસ્ય
રચના કરી છે. આ ગ્રંથમાં તેઓશ્રી જણાવે છે કે આ જગતમાં નવપદના આરાધન વિના મુક્તિ થઈ શકતી નથી. જગતમાંથી અતીતકાળે અનંતા આત્માઓ મોક્ષે ગયા છે, વર્તમાનકાળમાં જે મોક્ષે જાય છે અને અનાગતકાળમાં જેઓ મેક્ષે જશે તે બધામાંથી નવપદની આરાધના વિના એક પણ આત્મા મોક્ષે ગયે નથી, જઈ રહ્યો નથી અથવા જશે પણ નહિ. ત્યારે હવે પ્રશ્ન એ રહે છે કે નવપદ એટલે શું? નવપદ એટલે શું એ વાત હવે તમારાથી ભાગ્યેજ અજ્ઞાત રહી છે. નવપદમાં પહેલાં બે પદે દેવતત્વના છે, બીજા ત્રણ પદે ગુરુતત્ત્વના અને ચાર પદે ધર્મતત્વના છે. એ સમગ્ર દેવતવ, ગુરવ અને ધર્મતત્ત્વના ભંડાર રૂપ નવપદનું જ્યાં અવલંબન નથી; ત્યાં મેક્ષ પણ નથીજ. હવે એવી શંકા કેઈને થાય એ સ્વાભાવિક છે કે અતીર્થ એવા જે સિધ્ધ થયા છે તે કાળે તેમણે નવપદનું આરાધન કયાં કર્યું હતું ? તે સમયે તે તીર્થની ઉત્પત્તિ પણ ન હતી અને તીર્થનું પ્રવર્તન પણ ન હતું, તે છતાં અતીર્થો પણ મેક્ષે ગયા હતા. હવે જે સમયે તીર્થનું પ્રવર્તન અને સ્થિતિ જ ન હતી તે વેળાએ નવપદની આરાધના તે હેયજ કયાંથી વાર? અને એની આરાધના વિના પણ અતીWસિદ્ધો મોક્ષે ગયા છે તે પછી એ નિયમ કેવી રીતે ટકી શકે કે નવપદનું આલંબન નહિ તે મોક્ષ નહિ ! ! સિદ્ધ, સાધક અને સાધન.
આ પ્રશ્નનો ખુલાસે બહુ ધ્યાનપૂર્વક તપાસવાની જરૂર છે. નવપદના આરાધન વિના મોક્ષ નથી અને અતીર્થો