________________
૨૧૬
સિદ્ધચક્ર માહાત્મ્ય
શીખે તે આત્મા માતૃભક્ત પુત્રની માફ્ક મેક્ષ એ સાધ્યને સિદ્ધ કરે છે, કર્મ ક્ષયની બુદ્ધિએ જે વિનયથી જ્ઞાન મેળવે છે તેને જ્ઞાન અને વત્તન એ મેાક્ષનું કારણ બને છે; એવા જ્ઞાન અને તદનુકૂળ વત્તનથી કનિરા થાય છે અને પરિણામે મેાક્ષને પામે છે. આચાય વૈયાવચ્ચ કરવાનું કહે તા વિનયથી જ્ઞાન લેવા ચાહતા આત્મા વૈયાવચ્ચ કરે, આચાર્ય સ્વાધ્યાય કરવાના કહેતા જરા પણ ગ્લાનિ વિના સ્વાધ્યાય કરે. અને રીતિનું આચરણ તે મેાક્ષનુ સાધન છે. જ્ઞાન અને વૈયાવચ્ચ મને મેક્ષપ્રાપ્તિના સરખા રસ્તા છે અને તે અને રસ્તા વિનયથી જ્ઞાન લેવા માગનારે એક સરખી રીતે ધારણ કરી શકે છે. વિનયથી જે જ્ઞાન શીખે છે તે આત્મા જ્ઞાનની આરાધનાદ્વારા છેવટે મેાક્ષને પામે છે. જ્ઞાન એ વસ્તુ અવ્યક્ત છે; તે વ્યક્ત ચીજ નથી. મનમાં મેાતીના ચાક પૂરા તે તે પ્રસ ંગે તમારી પાસે માતી હોતાં નથી, પરંતુ મેાતીની માત્ર માન્યતા હોય છે. એ પ્રમાણેની દશા જ્ઞાનની છે. જેમ મેાતીએ અવ્યક્ત છે-મનમાં માની લીધેલાં મેાતીએ અવ્યક્ત છે તેજ પ્રમાણે જ્ઞાન પણ અવ્યક્ત છે અને તેની આરાધના સાતમે પદે રાખી છે. સમ્યગ્દર્શન અને જ્ઞાન પછી ચારિત્ર આવે છે તેની મહત્તા કેટલી છે અને તેને જ્ઞાન સાથે કેવા સબંધ છે તે વિચારવાના પ્રશ્ન હવે ખાકી રહે છે.