________________
ચારિત્રપદ
૨૨૩ કઈ પણ સ્થળે નથી. નવપદ સિવાય જે કાંઈ હોય તે સઘળું ડુબાડનાર છે, તારનાર નથી. “પણ” અને “જ”ની ફિસુફીને વિચાર કરે. “ભાઈ કાલથી આરાધનામ
સવ શરૂ થવાને છે હે; તમારી તબીયત નબળી છે. વ્રત, ઉપવાસાદિકમાં ન જેડા તે ભલે; પરંતુ એટલું કરજે કે આ વાડી કેઈના જાણમાં ન હોય તેવા ધમી ભાઈઓ આવે તે ઓટલે બેસીને આજને દહાડે તેમને આ વાડી બતાવતા રહેજે !” તે તરત જવાબ મળશે કે “વાત તે ખરી છે પણ “બચુની માતાના ટાંટીયા તૂટે છે, તેની દવા લાવવાની છે, એટલે આજ તે નહિ બને !” આપણે બધી આરાધના આ પ્રકારે પણમાં રહેલી છે. “ આરાધના સારી છે માટે તેને આરંભ કરે !” તે જવાબ મળશે કે આરાધના સારી ખરી “પણ” બૈરી છોકરાં, ધનમાલ પણ સંભાળવા જોઈએ ! આમ છે, તેમ છે!” અનેક બહાના થશે. જે આ દશા ન હોત તો આપણે “જ” માં હેત. “બાયડી છોકરાં, પિસાટકા ભલે સારા હોય, પરંતુ ભાઈ ! એ બધું શ્વાસ છે ત્યાં લગી છે. સાચી વસ્તુ હોય, આત્મકલ્યાણકારી ચીજ હોય, તે તે તે એક “નવપદજ ?” છે. આરાધના–નવપદની આરાધના આપણે કરીએ છીએ, પરંતુ તે સઘળી “પણ” માં રહેલી છે. તેની સાથે “જ” કાર જોડાએલ નથી, માટે જ નવપદની આરાધના આપણામાં ગુણરૂપે પરિણમી નથી એમ આ ઉપરથી જણાઈ આવે છે. પણ” અને “જ” નો તફાવત,
પણની પ્રભુતા સાથે રહેલી નવપદની આરાધના એ મીણીયું મોતી છે અને “જ” સાથે જોડાએલી આરાધના એ