________________
ચારિત્રપદ
૨૩૧ રની માલમિલ્કત છે, તેને કેઈ દેણનાર નાસી ગયેલ છે. શેઠ પૈસેટકે સારી સ્થિતિમાં હોવાથી ચિંતા વગર ફરે છે; પરંતુ નાસી ગએલો માણસ આવી પહોંચે છે એવી
જ્યાં માહિતી મળે છે કે તરતજ ભાઈ તેને પકડવાને આમથી તેમ દોડાદોડ કરી મૂકે છે. એજ દષ્ટાંત આત્માની ગતિને પણ લાગુ પાડો. જેમ આસામીની માહિતી મળ્યા પછી શેઠ મુંગે બેસી શકતું નથી, તેજ રીતે આત્માને પણ એવી ખાતરી થાય કે અત્યાર સુધી પૌગલિક પરિણતિમાં હતું એ પરપરિણતિ હતી અને આત્મપરિણતિ એજ સાચી પરિણતિ છે, તે પછી આત્મા પણ શાંત બેસી શકે નહિ. સમ્યજ્ઞાનથી સંવરાદિને ખ્યાલ આવી જાય અને તે પછી પણ આત્મા દુનિયામાં દબાએ રહે, તે પછી ધૂળ ! ! વસ્તુનું જ્ઞાન જ ન હોય ત્યાં સુધી તે દુનિયામાં દબાએ રહે તે પાલવે; પરંતુ જ્ઞાન થયા પછી પણ ઉધીજ રહે, એ ન પાલવે !! કેટલાક આત્માઓ એવા મહા ભાગ્યશાળી હોય છે કે જે સમ્યકત્વ પામે છે તેની સાથે ચારિત્ર-સર્વવિરતિ પણ પામી જાય છે. “ઉત્તરાધ્યનસૂત્રમાં કહ્યું છે કે ગુજાવં પુર્વ હોરિસમાં” આમા ચારિત્ર સાથેજ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી લે છે. કોઈ ભવ્ય આત્માને સમ્યકત્વ પહેલાં મળે છે; ચારિત્ર પછી મળે છે કે કેટલાકને ચારિત્ર અને સમ્યફત્ત્વ સાથે મળી જાય છે. કરશે તે ભરશે? એટલું જ બસ નથી.
કેટલાક ભવ્ય છે એવા પણ છે કે સમ્યક્ત્વની માન્યતા થાય છે કે તરતજ ચારિત્ર પણ ગ્રહણ કરે છે. ગણધર