________________
૨૩૪
સિદ્ધચક્ર માહાસ્ય
કર્યો, પરંતુ બચાવનાં સાધને ન વાપર્યા, આજ સ્થિતિ અહીં પણ સમજે. પચ્ચક્ખાણ ન લીધાં એટલે જ તમે બચાવના સાધન વાપરતા નથી એ તેને અર્થ છે; અને બચાવના સાધન ન વાપરે એજ તમારે ગુન્હો છે. જગતમાં હિંસા, પરિગ્રહ, મૃષાવાદ, ઈત્યાદિ મહાપાપ પળે પળ વધતાં જાય છે. તમે પ્રત્યક્ષ રીતે મન, વચન અને કાયાએ એ પાપમાં ભાગ ન લે, તે તે બહુજ સારું છે, પરંતુ પાપમાં ભાગ ન લેવાને બંદોબસ્ત ન કરે એ પણ પાપમાં ભાગીદારી કર્યા જેવું જ છે. જનશાસન અને પચ્ચક્ખાણ.
જે આત્માઓ સૂકમ એકેદ્રિયમાંથી હજુ નીકબેલા નથી, તેમાંજ ભટકે છે તેઓ હિંસાદિ કશે પણ ગુન્હ કરતા નથી, તે છતાં તેઓ શા માટે તેને તેજ
નિમાં પડી રહ્યા છે વારૂ ? તેમને તેજ સ્થિતિમાં પડી રહેવાનું કારણ એટલું જ છે કે તેમણે પાપથી બચવાના પચ્ચક્ખાણ લીધા ન હોવાથી પાપની અંદરની તેમની ભાગીદારી ચાલુ રહે છે. પાપથી બચવાના જેટલા પચ્ચકખાણ ન થાય તે બધામાં પાપ અથવા પાપની ભાગીદારી છે એમ માનવું અને તે માન્યતાને વફાદાર રહેવું એનું જ નામ જૈનશાસન છે. જેનશાસનની આ શરત સરળ નથી; તે કઠણ છે, આકરી છે પરંતુ તે શરત પાળેજ તમારે છૂટકે છે. જૈનશાસનને એજ મેટામાં મેટી શરત માન્ય છે; એ શરત જ્યાં નથી ત્યાં જનત્વ જ નથી. જૈનશાસન તે એવું પુકારી પુકારીને કહે છે કે આત્માને