________________
ચારિત્રપદ
૨૪૧ મુક્તિ મળી શકે છે, તે પછી ચારિત્ર લેવાની માથાફોડ કરવી શા માટે ? એવું કહેનારા આપણે મૂર્ખ છીએ. હવે જે આપણે મૂખ ન રહેવું હોય તે આપની મૂર્ખાઈ છેડી દેવી જોઈએ અને ચારિત્ર નથી તે મોક્ષ નથી એ વાત આપણે માન્ય રાખી લેવી જોઈએ. બીજી સામાયિક, પૌષધ આદિ જે તે કરવાની જેનશાસને આજ્ઞા કરી છે; તે બધાને સાચો અર્થ પણ સમજવાની જરૂર છે. જ્યાં સુધી એ સાચો અર્થ તમે નથી સમજી શક્યા ત્યાં સુધી તમે ખોટા તર્કવિતર્કમાં ઘેરાએલા રહે છે. સામાયિકની જે વિધિ છે, તે સઘળી વિધિ કરે અને સામાયિક પ્રસંગે બેલવાની ગાથાઓ આદિ પણ પિતાને મઢે બોલે એ તમે કઈ યાંત્રિક માણસ વિજ્ઞાનની મદદથી તૈયાર કરે છે. આ માણસ તમે કરાવી આપી છે તે પ્રમાણેની સઘળી વિધિ કરે છે તથા ગાથાઓ આદિ પણ ભણે છે, તે તમે શું એમ કહી શકશે ખરા કે યાંત્રિક માણસે સામાયિક કર્યું છે ? નહિજ ! ! જે વિધિ અને ગાથાનું ઉચ્ચારણ એનેજ તમે સામાયિક કહેતા હે, તે તે યાંત્રિક માણસે પણ સામાયિક કર્યું છે એજ એને અર્થ થાય ! પણ આપણે તે અર્થ કરતા નથી. ત્યારે હવે એને વિચાર કરો કે શા માટે એ અર્થ થતું નથી તારૂ? ફેનેગ્રાફમાં ભારોભાર બિભત્સ શબ્દ આવે તે પણ તેને કઈ દેષપાત્ર માનતું નથી, પરંતુ બિભત્સ ભાષા બોલનારને સરકાર ધારે તે સજા કરી શકે છે, અર્થાત્ દરેક કાર્યની પાછળ તેને હેતુ રહેલો હોય છે. સામાયિકની વિધિ અને શાચ્ચારણ એજ માત્ર સામાયિક નથી, પરંતુ જે સામાયિક ક્રિયા પાછળ ભાવ