________________
૨૩૬
સિદ્ધચક્ર માહામ્ય
એમ જાણ્યા પછી છોકરાને બહાર કાઢવામાં ઢીલ કરે તે એનું પરિણામ શું આવે ? પરિણામે કરે મે તને શરણે થાય. પાપ ન કરવું એટલું જ નહિ પણ પાપના પચ્ચક્ખાણ લેવા જરૂરી છે, એ વાત સમ્યજ્ઞાનમાં આવી જાય, તે સમજવામાં આવી જાય અને આત્મા એ વસ્તુને ઈષ્ટ માને છે, તે હવે આત્માની ફરજ છે કે તેણે એ ઈષ્ટ માનેલી વસ્તુનું પાલન કરવું જ રહ્યું. જે ઈષ્ટ માન્યા છતાં આત્મા તે વસ્તુને મેળવવાને આગ્રહ ન કરે અને તે વસ્તુ ન મેળવે તે તે આત્મા પણ પેલા ડૂબતા છેકરાની માફકજ દુર્ગતિમાં રખડે છે. આત્મા ચારિત્રને ઈષ્ટ ગણે છે, ચારિત્રને મેક્ષને આધાર માને છે, ચારિત્ર ન પામે તે ડૂબે છે એવું કબુલ રાખે છે, છતાં સમય આવે ત્યારે આત્મા જે ચારિત્ર ગ્રહણ ન કરે તે તે આ માને પેલા ડૂબતા છેકરાની માફક નાશ થાય છે–અર્થાત્ એ આત્મા દુર્ગતિ પામે છે. ઈષ્ટ સંયોગે હેય, ભાવના હાય, સમય હોય છતાં જે બુદ્ધિ આત્માને ચારિત્ર અંગીકારવા નથી દેતી તે બુદ્ધિને મહા નીચ અને પાપી જ માની લેવી જોઈએ. ચારિત્ર વિના મોક્ષ નથી.
સમ્યગદષ્ટિ આત્માએ સૌથી પહેલે તે એ નિશ્ચય કરી લેવાને છે કે ચારિત્ર વિના મોક્ષ નથી. મેસે જવું છે, એ સમ્યગદષ્ટિ આત્માને નિર્ણય છે. હવે મેક્ષે જવું જ છે એ દઢ નિશ્ચય કરીને આત્માએ બીજી કક્ષામાં પ્રવેશ કરવો જોઈએ. મેક્ષ મેળવવાનો એજ માર્ગ છે,