________________
ચારિત્રપદ
૨૩૫
હાથે પાપ થાય તેમાંજ આત્મા ભારેકમી થાય છે એ વાત સાચી છે; પરંતુ પાપ ન કરવામાં અનુમતિ જાહેર ન કરે, પાપના પચ્ચક્ખાણ ન કરે, તે પણ તેથી આત્મા ભારેકમી થાય છે. સરકારી કાયદા પ્રમાણે જે ખુન કરે છે તેને ગુન્હેગાર તે લેખવામાં આવે જ છે; પરંતુ ખુનની ખબર હોય અને તે ખબર તે પિલીસને ન આપે અથવા ખબર આપવામાં ઈરાદાપૂર્વક વિલંબ કરે, તે પણ ગુન્હેગાર છે. આજ હિસાબે જિનશાસનમાં પણ પાપ કરનારોજ એકલો પાપમાં ભાગીદાર નથી; પરંતુ પાપના પરિવાર માટે કટિબદ્ધ ન થાય, તે પણ પાપને ભાગીદાર થાય છે. આ તત્વ આત્મા કબુલ રાખશે અને તેના હાર્દ ને હૈયું સમજશે ત્યારે જ તમે જૈનશાસન પામ્યા છે એવું ગણી શકાશે; અન્યથા નહિ જ ! “ભજ્યા એટલા રામ અને નાહ્યા એટલું પુણ્ય.'
ભજ્યા એટલા રામ” અર્થાત્ જેટલી ભક્તિ કરી તેટલું જ પુણ્ય, નાહ્યા તેટલું પુણ્ય, વાવે તે લણે આ સઘળી દષ્ટિમાં અને જૈનશાસનમાં ફેર છે તે હવે તમારે ધ્યાનમાં લેવું જોઈએ. જૈનશાસન તેને પણ પાપને ભાગીદારી માને છે કે જેણે પાપમાંથી બચવાના પચ્ચકખાણ ન લીધા. હવે બીજું ઉદાહરણ લો. ધારો કે નદીને કાંઠે એક માણસ ઉભે છે. તેણે નદીમાં ડૂબતી કાંઈક ચીજ જોઈ. તે પાસે આવતાં તેને પકડી લીધી અને જોયું, તે તે છોકરાની ચોટલી હતી. એટલીની ખબર પડી-ચોટલી નીચે કરે છે એની પણ માહિતી થઈ, હવે કરે છે