________________
ચારિત્રપદ
૨૩૭
ચારિત્ર વિના મોક્ષ પણ નથી જ એ નક્કી છે, ત્યારે તે હવે આત્માની સીધી ફરજ એ છે કે તેણે આ વાત કબુલ કરી કે ચારિત્ર વિના મેક્ષ નથી. તે મેક્ષને જ ઉમેદવાર છે તે તે તેણે એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના દિક્ષાને સ્વીકારવી જ જોઈએ. મોક્ષપ્રાપ્તિને આ સીધે માર્ગ છે, આ ધોરી રસ્તે છે અને આ ધરી રસ્તો ખાડાખાબોચિયાથી મુક્ત પણ છે. જેઓ આ ધોરી માર્ગ અંગીકાર કરતા નથી અને આ ભવમાં પાપ આદિ કર્મો ચાલુ રાખી દુર્ગતિમાં જઈ ત્યાંથી પાછા આવી ચારિત્ર લઈ મેક્ષે જવાને વિચાર રાખે છે તેવા મેક્ષને ઘેરી રસ્તે છેડીને આગળ જણાવ્યું તે ખાડાટેકરાવાળા જ રસ્તે પસંદ કરે છે એમ સમજી લેવાનું છે. જે મેક્ષ મેળવજ છે અને મોક્ષ મેળવવાને આજ માત્ર માર્ગ છે એ વાત પણ નક્કી છે; તે પછી કઈ સમજદાર માણસ એવે નહિ હોય કે તે સીધે રસ્તે છેડીને–ખાસડાં ખાવાને ખાડાટેકરાવાળે રસ્તેજ પસંદ કરે ! ચારિત્ર એટલે શું તે વિચારે.
જે ભવ્ય આત્મા છે અને ચારિત્રને મોક્ષનું કારણ માને છે તેણે હવે ચારિત્ર એટલે શું તેને વિચાર કરવાને છે. પાપસ્થાનકને ત્યાગ કર એ ચારિત્રની મૂળ જડ છે, પરંતુ તેથી એમ સમજવાનું નથી જ કે અઢારે પાપસ્થા નકને ત્યાગ કરી દીધું એટલે બસ ખલાસ, ચારિત્ર મળી ગયું છે ! અઢાર પાપસ્થાનકને ત્યાગ એને જ જે ચારિત્ર માનશે તે તે સાધુતા લીધા વિના જ ચારિત્રચૂડામણિ