________________
ચારિત્રપદ
૨૨૮
વખતે એ વાતની પહેલવહેલી જાહેરાત થાય છે કે આત્મા કેવળજ્ઞાનવાળે છે, કેવળદર્શનવાળે છે; કેવળજ્ઞાન, દર્શન આત્માને મળવાનાં છે. આત્માના સ્વરૂપને ખ્યાલ અને તેની પ્રાપ્તિને નિશ્ચય એજ સમયે થાય છે. જે તે ન થાય તે સમજી લેવું કે સમક્તિની પ્રાપ્તિ હજી થવા પામી નથી. એક કલાકમાં મારું ઘર પલટાય છે.'
જે વખતે કેવળજ્ઞાન આત્માનું સ્વરૂપ છે, દર્શન આત્માનું સ્વરૂપ છે, એ સત્ય ખ્યાલમાં આવે છે ત્યારે જીભથી ન વર્ણવી શકાય તે આનંદ પ્રાપ્ત થાય છે, એ આનંદની મઝા કાંઈ ઓરજ છે !આત્માનું સ્વરૂપ કેવળજ્ઞાન, દર્શન રૂપે જાણવું જ જોઈએ, જે આત્માનું સ્વરૂપ કેવળજ્ઞાન, દર્શન રૂપે ન જણાય તે પછી સાધ્ય તરીકે આત્મકલ્યાણું તે ખ્યાલમાં આવી શકવાનું નથી ! અનાદિકાળથી જીવનું સ્વરૂપ કયાં રાખ્યું હતું તેને હવે વિચાર કરો. અનાદિકાળથી જીવનું સ્વરૂપ શરીરાસક્તિમાં હતું. બેરી, છોકરાં, પૈસામાં આત્માની સાચી મધુરતા માની હતી. “નિરાંત થઈ !” કે “ઓ, બાપરે, મરી ગળે!” એવા શબ્દો પણ શરીરને અંગે નીકળતા હતા; આત્માને અંગે નહિ જ. આત્માની અનાદિ કાળની આ દશા હવે પલટાય છે; એ શાના જોરથી પલટાય છે તેને વિચાર કરે. આત્માની આ દશા પલટાય છે એ બીજા કશાના જોરે નહિ, પણ માત્ર સમ્યકત્વના જેરેજ પલટાય છે. તમે કહેશે કે આ રીતે જીવનપલટ કરે એ કાંઈ સહેલી વાત છે? જે પિતાને મેઢે એવી વાત કરે છે તેણે પિતાના આત્માને