________________
ચારિત્રપદ
૨૨૭ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાન સાથે થાય છે, પરંતુ એ ચારે જ્ઞાન સાથે ઉપરોગમાં આવી શકતાં નથી. તે જ પ્રમાણે સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન સાથે થાય છે; પરંતુ તે સાથે ઉપયોગમાં આવી શક્તાં નથી. નિસર્ગ સમ્યગ્રદર્શન થાય, તે પછી અધિગમ સમ્યગ્દર્શન કેના પ્રભાવે થવાનું ? ઉત્તર એ છે કે જ્ઞાનનાજ પ્રભાવે ! નિસર્ગ સમ્યગદર્શન એ મઘમ રહેનારી ચીજ છે; પરંતુ અધિગમ સમ્યક્ત્વથી જ્ઞાન પ્રગટ થાય છે. હવે કે એ પ્રશ્ન કરશે કે અભિગમરૂપ જ્ઞાન સગ્યગુજ્ઞાન કહેવાય ખરું કે નહિ ? એને જવાબ એ છે કે સમ્યકત્વ, નિસર્ગ પૂર્વેનું હોય તે અધિગમજ્ઞાન સમ્યગ્રજ્ઞાન કહી શકાય; નહિ તે નહિજ ! ત્યારે જીવાદિક તત્ત્વનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ખરેખર આનંદ આવે છે. જીવાદિક પદાર્થોનું સમ્યગુસ્સાન થતું નથી, ત્યાં સુધી રસની સાચી જમાવટ થઈ શકતી નથી. આટલાજ માટે ઉપાધ્યાયજી શ્રીમાન યશવિજયજી મહારાજ લખે છે કે સમ્યક્ત્વ પામતી વખતે જે આનંદ થાય છે, તે આનંદ અનિર્વચનીય છે, તે માત્ર ભવ્ય જીવની કલ્પનામાંજ કદાચ આવી શકે. સમ્યક્ત્વની પ્રાપ્તિને આ આનંદ જે અનુભવે છે તેજ આત્મા એ આનંદને સાચે અને પરિપૂર્ણ ખ્યાલ કરી શકે છે. લાખ રૂપીયાની લોટરી. - આ આનંદ અવાય છે તેથીજ શાસ્ત્રકાર મહારાજાઓ કહે છે કે સમ્યગદર્શનપૂર્વક વ્રત પચ્ચક્ખાણ કરનાર અને સાધુપણામાં જનારે આત્મા જે આનંદ નથી પામતે તે