________________
૨૨૪
સિદ્ધચક્ર માહાત્મ્ય સાચું મતી છે. સાચા અને મીણીયા મેતીને જે ભેળસેળ કરી નાખે, બંનેને એક બીજાની સાથે જોડી દે, મીણીયા મોતી આપતાં સાચા પણ આપી દે કે સાચા આપતાં મીણીયા મૂકી દે તેને વ્યવહાર ઝવેરી કહી શકતું નથી. એજ રીતે જે નવપદની આરાધનાને પણ સાથે જોડી રાખે છે તે પણ નવપદની વાસ્તવિક આરાધનાને જાણી શકયો નથી એમ કહેવું પડે છે. નવપદની આરાધના જે “પણ” સાથે જોડાએલી રહેશે, તે પછી નવપદના ગુણેને ન જાણનારા માનનારામાં અને તમારી વચ્ચે કશે જ ફરક રહેવા પામશે નહિ. માટે તમારે જે ખરેખર તત્ત્વ પામવું હોય તે “પણ” પડવા દે, અને “જ”ને ઝાલી રાખે; એવું કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. તમે સાચા ઝવેરીના હાથમાં મીણીયું મેતી અને સાચું મેતી મૂકે, તે મીણીયાને મેતી નહિ કહે તેમ સાચા મેતીને માટે “ આ પણ મોતી છે!” એમ ન કહે. તેમ સાચા મેતીને હવે મીણીયા અને સાચા મોતીને ઓળખાવવા માટે સાચા મોતીનું ગુણકથન જરૂરી છે; તેજ પ્રમાણે “પણ મંડિત નવપદારાધન” અને “જકારાત્મક નવપદારાધન” એ બેને ખ્યાલ ધ્યાનમાં લાવવા જકારાત્મક નવપદારાધનના ગુણ જાણવા-જણાવવાની જરૂર ઉભી થાય છે. દરેક સંસ્થામાં તે સંસ્થા સ્થપાય કે તેની સાથે તેને મુદ્રાલેખ નક્કી થાય છે. જૈનશાસનને આ મુદ્રાલેખ તે સમ્યગદર્શન છે. જૈનમાત્ર એટલી વાત તે સાત સાત વાર ગોખી રાખવાની જરૂર છે કે જૈનશાસનમાં સમ્યગદર્શન એ તે શાસનને મુદ્રાલેખ છે; જે માણસ એ મુદ્રાલેખનેજ ના