________________
ચારિત્રપદ
૨૧૯
પણ મેક્ષે ગયા છે; એ બંને નિયમો પ્રવર્તાવનાર તમે કે અમે નથી. બંને નિયમે પ્રવર્તાવનાર શાસ્ત્રકાર મહારાજાઓજ છે. શાસ્ત્રકારોએ સ્પષ્ટ રીતે જણાવી દીધું કે નવપદના અવલંબન વિના મેક્ષ શક્ય જ નથી. મેક્ષ મેળવ હોય તે નવપદનું આરાધન કરવું જ જોઈએ; પરંતુ નવપદનું આલંબન લેવાને જે વખતે પ્રસંગ જ ન હતું, તે વખતે જાતિસ્મરણથી મેક્ષપ્રાપ્તિ શક્ય બનતી હતી. આ બંને નિયમે શાસ્ત્રકારોએ કહ્યા છે. પરંતુ તે શાસ્ત્રકારોએજ કહ્યા છે; તે જેવાને તેવા અમે તમને કહીએ છીએ એમ કહીને અમે છૂટા થઈ જઈ શકતા નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે છતાં તે હેતુ, યુક્તિપૂર્વક તમારા હૃદયમાં ઠસાવી દેવું એ અમારી ફરજ છે. આગળ તમને ખેડી ગાયનું ઉદાહરણ આપ્યું છે. “મેં તે બેઠેલી જોયા વિના લીધી છે. માટે તું પણ બેઠેલી જોયા વિના લઈ જા!” એવું કહેનારો જે સ્થિતિમાં છે તેજ સ્થિતિમાં એવું કહેનારે પણ છે કે શાસ્ત્રકારેએ કહ્યું છે તે અમે તમને કહીએ છીએ, એથી વધારે અમે તમને કાંઈ કહેવા માગતા નથી ! આથીજ તમેને આગળ વારંવાર કહેવામાં આવ્યું છે કે એવું કહેનારા પાસે સાંભળવા કરતાં ન સાંભળવું એ વધારે સારું છે. શાસ્ત્ર કહે છે કે સમ્યગદર્શન પામ્યા વગર મેક્ષ મળી શકતું નથી. જે આત્મા સમ્યગદર્શન પામે છે તે સંપૂર્ણ ગુણવાળો બની સિદ્ધપદને વરે છે. આ રીતે સિદ્ધપદની પ્રાપ્તિ કહી છે. હવે સિદ્ધપદને એક દશા તરીકે અથવા અવ્યક્ત વસ્તુ તરીકે વિચારે " અને સાધ્ય માને. એ દશાને તમે સાધ્ય માન્યું છે તે