________________
ચારિત્રપદ असुहकिरियाण चाओ, सुहासु किरियासु जो य अपमाओ। तं चारित्तं उत्तमगुणजुत्तं, पालह निरुत्तं ॥२९॥
એ મહા મહિમાવંત ચારિત્રપદ. શારિત્ર એટલે સાધુને વેષ જ છે એમ ન સમજે ! ચારિત્ર નથી તો કાંઈ નથી. ચારિત્ર વિના સિદ્ધિ નથી. વગર ચારિત્ર લીધે જ મોક્ષ મેળવવાની જેઓ આશા બતાવે છે તેઓ મહાધૂ છે. અઢાર પા૫સ્થાનકેને વસરાવવાથી જ ચારિત્રની પ્રાપ્તિ નથી; ચારિત્રપદમાં અશુભને ત્યાગ અને શુભની પ્રવૃત્તિ એની આવશ્યકતા. જ્ઞાનગુણુ પૂજનીય છે; પરંતુ માત્ર એકલા જ્ઞાનગુણને ધણ પૂજવા ચોગ્ય નથી. જ્યારે ચારિત્ર અને તેને ધારક બંને પૂજવા લાયક છે, એ ચારિત્રની વિશેષતા છે.
શાસ્ત્રકાર મહારાજા શ્રીરનશેખરસૂરીશ્વરજી મહારાજા સાહેબે ભવ્યજીવોના કલ્યાણને માટે શ્રીપાળચરિત્રની