________________
૨૨૦
સિદ્ધચક્ર માહાગ્ય હવે સાધ્ય, સાધક વગર સંભવતું જ નથી એ તત્વવિદ્યાના નિયમ પ્રમાણે તમારે સાધકનું અસ્તિત્વ માનવાની જરૂર ઉભી થઈ, અર્થાત્ સિદ્ધ અને સાધક એ વસ્તુ આપણે માની લીધી છે. હવે ત્રીજી વસ્તુ માનવાની જરૂર કેમ ઉભી થાય છે તે જુઓ. સાધક છે એ વાત આપણે કબુલ રાખી છે પરંતુ સાધક છે તે સાધન પણ હેવાં જ જોઈએ. એટલે છેવટે ત્રણ વસ્તુ નક્કી થાય છે કે (૧) સિદ્ધ, (૨) સાધક (૩) સાધન. સાધન વિના સાધ્યની પ્રાપ્તિ નથી.
સિદ્ધ, સાધક અને સાધન ત્રણના અસ્તિત્વમાંથી એકનું પણ અસ્તિત્વ આપણે છોડી દઈ શકતા નથી. જે સિદ્ધ ત્વ છેડી દઈએ તે સાધક અને સાધનને કશે અર્થ રહેતે નથી. સિદ્ધત્વ એ જે ઉદ્દેશ જ ન હોય તે સાધક અને સાધન હોય તે કામનાજ શું ? તમે બિસ્તરે તૈયાર કરે, જમવાનું ભાથું બાંધી લે, સાથે એક મજુર લે, ઘોડાગાડી મંગાવે, પણ ક્યાં જવું છે કે તે તમે નક્કી જ નથી કર્યું; તે પછી તમે કરેલી બધી માથાફેડ વ્યર્થ છે. તે પ્રમાણે જે સિદ્ધદશા એ ઉદ્દેશ જ ન હોય તે સાધક અને સાધનની કાંઈ કિંમત જ નથી. સાધકનું પણ એમજ છે. સાધન અને સાધ્ય છે પણ સાધક ન હોય તે અંધારું જ સમજી લેવું. દીવેટ છે, દીવાસળી છે, પરંતુ સળગાવનારજ ન હોય તે પછી એ દીવેટ અને દીવાસળીને અર્થ જ નથી ! તેમ સિદ્ધ અને સાધન બંને હેય પણ એ સાધન વાપરનારેજ નહેય તે સાધનની પણ કિંમત નથી અને સિદ્ધ