________________
૨૧૪
સિદ્ધચક્ર માહામ્ય શહેરમાં પ્રવેશવાની ઈચ્છા નથી તેનું શહેરના પાટીયા સુધી જવું એ મિથ્યા છે, તેમ જેને મેક્ષનું લક્ષ્ય નથી તેને મેક્ષ, પુરીનું પાટીયું શોધવા જવું એ પણ મિથ્યા તે છે; પરંતુ જે રીતે શહેરના પાટીયાની પાસે જનારે શહેરમાં પ્રવેશ ન કરે છતાં બહારથી શહેરને વૈભવ જોઈ શકે છે તેજ પ્રમાણે મેક્ષમાં પ્રવેશવાની ઈચ્છા ન હોય એવો પણ જો ભગવંતની આરાધનામાં જોડાએલ રહે અને મોક્ષનું ધ્યેય ન હોય તે તે દેવલોકાદિકને પામે છે. જ્ઞાનની આરાધના શી રીતે થાય?
આ ઉપરથી સાબીત થાય છે કે સમ્યગ્દર્શનમાં એકજ મુખ્ય વાત છે અને તે વાત એ છે કે સાધ્ય શી વસ્તુ છે તે નક્કી કરી દેવું. જ્યાં તમે સમ્યગદર્શનમાં ધ્યેયને દાખલ કરે છે કે ત્યાં વફાદારીની વસ્તુ દાખલ થાય છે, અને વફાદારીની ખાતરી થાય છે એટલે તમારે માટે જેનશાસનના સઘળા દ્વાર ખુલ્લા થાય છે. ભયંકર લડાઈ ચાલતી હાય, ચારે બાજુથી આગ વરસાવતી ગોળીઓ વરસતી હાય, હજારે માણસે મરતા હોય, પરંતુ તે વખતે સુદ્ધાં લેડની બનેલી કાઉન્સિલમાં એક સાધારણ જાસુસ પણ ઘુસી જઈ શકે છે! આવા કટોકટીને સમયે પણ તે જાસુસને અંદર દાખલ કરી દેવામાં આવે છે તેનું કાંઈ પણ કારણ તેવું જ જોઈએ. એનું કારણ એટલું જ છે કે એ જાસુસની વફાદારી સાબીત થએલી છે. જૈનશાસનમાં પણ વફાદારીની એજ કિંમત છે. જૈનશાસનનું ધ્યેય શું? મોક્ષ! તમે સમ્યગ્દર્શન તરીકે મેક્ષને તમારૂં લયબિંદુ જાહેર