________________
૧૯૨
સિદ્ધચક્ર માહાસ્ય પરંતુ તેને ચે ખંડ એ તત્ત્વકથારૂપ છે. આપણે જીવ નના પહેલા ૨૩ કલાક શી વસ્તુના ચિંતવનમાં ગાળીએ છીએ, તેને ખ્યાલ તે તમને આપવાની જરૂરત નથી. ૨૩ કલાક તે આપણે પુગલરસિકતામાંજ મચેલાં રહીએ છીએ, પરંતુ ૨૪મે કલાક પણ આપણે એ જ રીતે પસાર કરી દીધે, તે આપણે શ્રીપાળચરિત્ર શ્રવણ કર્યા છતાં પણ બચ્યા-સંકટથી બચી ગયા એમ કહેવાશે કે નહિ જ કહેવાય ! ! આત્મચરિત્ર શ્રવણ દ્વારા દેવતા વશ થાય અને ચોવીસે કલાક એ દેવતા વશપણામાંજ પુરા કરે તે તેણે કરેલા વેપારના સરવેયામાં બાદબાકીમાં “શૂન્ય' રહે છે ! પૌગલિક સુખમાં રાચવાને જે માગ ગ્રહણ થયો છે તે તે. આત્માએ છેડ નથી; તે પછી શ્રીપાળચરિત્રના શ્રવણથી લાભ શું થયું છે તે તે વિચારે. તમે કહેશે કે શ્રીપાળ મહારાજાને થએલી સત્તાસૃદ્ધિની સંપ્રાપ્તિ એ ધ્યાનમાં રાખવાની જરૂર ન હતી, તે પછી શાસ્ત્રકારોએ એ વરતુઓનું વર્ણન શા માટે કર્યું છે? જે શાસ્ત્રકારોએ આ વસ્તુનું વર્ણન કર્યું છે, તે પછી તેને દષ્ટિમાં રાખવામાં પણ કશે ગેરલાભ ન હોવું જોઈએ. જડમાંથી ચેતનમાં
આ પ્રશ્ન સમજવા માટે આપણે જચેતનને વિભાગ ધ્યાનમાં રાખવાની જરૂર છે. શાસ્ત્રકારોને ઉદ્દેશ રસકથા કહીને તમને એ રસકથામાં લીન બનાવવાનું નથી, પરંતુ તમે વીસ કલાકમાંથી ૨૩ કલાક જડ માટે ગાળે છે, તેમાંથી તમેને છોડાવીને એક કલાક માટે પણ ચેતના