________________
જ્ઞાનપદ
૨૦૩
કરતાં રેગી દશાની બીજી ભયંકર દશા કઈને કઈ પણ રીતે કલ્પી શકાતી નથી અને તે કલ્પનામાં આવવી પણ મુશ્કેલ પડે એવું છે. હવે સનત કુમારની દશાને વિચાર કરે. સનતકુમારને ૭૦૦ રોગ થયા હતા, આખું અંગ સડી ગયું હતું, અંગે અંગે કીડા ખદબદતા હતા ! આંગળીઓ સડી ગઈ હતી, આ સ્થિતિમાં દેવતાઓ વૈદનું રૂપ કરી તેની પાસે આવે છે ને કહે છે કે તારે રેગ મટાડું છું. સનતકુમાર જવાબ આપે છે, મારા શરીરના રેગની વાત તે પછી થાય છે પહેલાં મારા આત્માના રોગની દવા કર; આત્માને રેગ મટાડ. જ્યાં આવી પરિસ્થિતિ હોય, આત્મકલ્યાણ માટેની આવી હૃદય કપી પણ ન શકે એવી જ્યાં સ્થિતિ પ્રવર્તતી હેય તેવા માણસોને મંત્રમંત્રાદિની પ્રાપ્તિ થાય તે તે મંત્રતંત્રાદિને પોપકારના કામમાં ઉપયોગ થઈ શકે, પરંતુ
જ્યાં એ સ્થિતિ જ નથી ત્યાં જે મંત્રતંત્રાદિ મળી જાય તે સત્યાનાશ વળે ! પેલા શેઠીયાને દેવતા પ્રસન્ન થાય છે તે દેવતા જે જોઈએ તે માંગવાનું કહે છે તે છતાં જે આત્મા એમ કહે છે કે તારી પાસે શું માંગું ? હું જે માંગું છું તે આપવાની તારી તાકાત જ કયાં છે? ત્યારે હવે વિચાર કરે કે એ આત્માની આત્મપરિણતિ આત્માભિમુખતા કેટલી દિવ્ય હશે, અને તે પૌગલિક વસ્તુઓ ઉપરના મોહથી કેટલે દૂર હઠેલો હશે? હવે સુલસાનું દૃષ્ટાંત લે. સુલસા ઉપર દેવતા તુષ્ટ થાય છે. વરદાન માગવાનું કહે છે. તુલસાએ કહ્યું કે મારે જે જોઈએ તે આપવાની તારી તાકાત નથી. પછી દેવનું દર્શન નિષ્ફળ ન જાય ત્યારે પછી સુલસાએ પતિની