________________
૨૦૬
સિદ્ધચક્ર માહાસ્ય ત્યારે તમે એ પ્રશ્ન કરશે કે જે શુદ્ધ દેવાદિકને માનવાથી જ સમ્યક્ત્વ આવી જતું નથી, તે પછી અશુદ્ધ દેવાદિકને જ માનવામાં વાંધો શું હતું ? શુદ્ધ દેવાદિક માનવામાં ફાયદો એ છે કે તેમાં પદ્ગલિક પદાર્થોને હેય રૂ૫ માન્યાં છે અને તમે પણ પગલિક વસ્તુઓ ભલે મેળવે છે પરંતુ તેને હેય રૂ૫ માને છે, ઉપાદેય રૂ૫ માનતા નથી. ત્યારે અશુદ્ધ દેવાદિકમાં પૌષ્ણલિકતામાં રમણ કરવાની જ વાત છે, આ દષ્ટિએ શુદ્ધ દેવાદિકને માનવા જરૂરી છે; પરંતુ જ્યાં સુધી અંદરની પરિણતિ નથી સુધરી ત્યાં સુધી તે શુદ્ધ દેવાદિકને માનવા એ સિંહનું ચામડું ઓઢીને ફરતા શિયાળ જેવી દશા છે. છતાં એટલું કહેવાની જરૂર છે કે જે શિયાળ “સિંહ” થવાને ઈરછતું જ નથી, તેના કરતાં સિંહ થવાની ઈચ્છા રાખનાર અને તે માટે સિંહનું ચામડું પહેરી લેનાર પહેલાની અપેક્ષાએ વધારે સારો છે. શુદ્ધ દેવાદિક એ શાના અંગે છે તે વિચારે. અહિંસા, બ્રહ્મચર્ય, સ્ત્રીત્યાગ, અજ્ઞાનાદિક ૧૮ દેષ અને એ દે પ્રત્યે અરૂચિ એ સઘળાને અંગે શુદ્ધ દેવાદિક છે; પરંતુ આજે તે શુદ્ધ દેવાદિકને માનીએ છીએ એમ કહેવું છે અને બાયડીને તે સાથેની સાથે રાખવી છે; ત્યાગનું તે નામ પણ નથી લેવું! પછી દીક્ષાની તે વાત જ કયાંથી? તમારા આત્માને પૂછી જુઓ કે આશ્ર ખરાબ છે, એમ તેને લાગે છે ખરું કે? સે રૂપીઆના શેરને ભાવ વધીને સવાસો થાય, તે “પૌગલિક બંધનેમાં ડૂબી ગ રે” એવી બૂમ કદી તમે પાડી છે ? પચીસ રૂપિયા જેટલું