________________
૨૦૨
સિદ્ધચક્ર માહામ્ય અને વસ્ત્રો, પાત્રા, પુસ્તક, શિષ્ય એના પર તે મમતા છે જ ને એ મમતા તેમણે પણ કયાં છેડી છે ? એ ભવ્ય આત્મપરિણતિ !
દશાના બે પ્રકાર છેઃ (૧) પ્રમત્ત દશા અને (૨) અપ્રમત્ત દશા. પ્રમત્ત દશા છે તે લાંબા કાળની છે, પરંતુ અપ્રમત્ત દશા તે વિજળીને ઝબકારા જેવી છે. અપ્રમત્ત દશાને વધારે ખ્યાલ આપું છું તે સમજે. કોડ પૂર્વનું આયુષ્ય હોય, એવા આયુષ્યવાળાએ આઠમે વરસે દીક્ષા લીધી હોય, ક્રેડ ઉણ પૂર્વ દીક્ષા લઈને ચારિત્ર પાળ્યું હોય એટલા બધા લાંબા કાળમાં પણ અપ્રમત્ત દશા બધી એકઠી કરીએ તે ફક્ત અંતમુહૂર્ત. (૪૮ મિનિટના અંદરના ભાગ જેટલી હોય છે.) અપ્રમત્ત દશા કોડ પૂર્વનું આયુષ્ય હોય છતાં તેને પણ જે વધારેમાં વધારે ૪૮ મિનિટની અંદરની જ છે તે પછી આપણે માટે એવી દશાને કાળ કેટલે હેય તેને વિચાર કરે. વર્ણન કરવાનું હોય ત્યારે તે હંમેશાં સારી દશાનું જ કરવું પડે. સઘળાઓએ આમ કરવું જોઈએ એ વર્ણન કર્યું, પછી તેમાંથી બને કેટલું એ જુદી વાત છે; પરંતુ બતાવવું હોય ત્યાં તે સારી અર્થાત્ આચરણમાં મૂકવા ગ્ય ઉત્કૃષ્ટ દશાની વાત જ પહેલા બતાવવી પડે છે. અપ્રમત્ત દશાને કાળ અંતમૂહૂર્તને છે. સાધુ, ઉપાધ્યાય કે આચાર્ય પ્રમત્ત દશામાં લાંબા કાળ રહે છે, પરંતુ અપ્રમત્ત દશામાં તે બહુજ શેડો કાળ રહે છે, છતાં તેમની સહનશક્તિ કેવી છે તે વિચારી જુઓ. ૭૦૦ રોગ થાય એટલે તે મનુષ્યની હેરાનગતિની અંતિમ સીમા ! એના