________________
२००
સિદ્ધચક માહામ્ય
ત્યાં બેઠા પછી બીજું કાંઈ ન માંગી શકાય એ ખરું, પણ આ તે ઘેર બેઠેલું હતું. જે ધારે તે માંગી શકાતું હતું, છતાં આ શેઠીયા દેવતાને કહે છે કે “હું જે માંગું છું તે તું આપી શકે એમ નથી.” વિચાર કરો કે હવે આ આત્મામાં વસ્તુ કેટલે અંશે વસી રહેલી છે. તેણે ત્યાગને મંત્ર કેવી દિવ્ય રીતે જીવનમાં વણી લીધું હશે ? હવે બીજી તરફ દેવતાની સ્થિતિ વિચારે. દેવતાને પણ પેલે શેઠીયે જે વખતે એમ કહી દે છે કે “હું માંગું છું તે તું આપી શકે એવું નથી.” તે વખતે બીજો કોઈ હેત તે તે ઠેકાણે ધમાધમી પણ થઈ જાત ! પણ દેવતા એ સમ્યકત્વ ધારક છે, વરદાન માંગનારે પણ સમ્યકત્વવાળે છે અને તેથી તે વરદાન માંગવાને બદલે ના પાડે છે. બીજી બાજુએ દેવતા પણ સમ્યકત્વથી પૂર્ણ છે, તેથી તે પણ એ શેઠીયાના વચનથી ન ઉશકેરાતાં તે સહન કરી લે છે. હવે એ દેવતાની પણ પરિણતિ કેવી ભવ્ય હશે તેને વિચાર કરે, જીવની વર્તમાન દશા જુઓ. જરા જેટલી સંપત્તિ મળે છે કે આંખ ઉંચે ચઢે છે ! જમીન પર પગ પણ કરતે નથી ! હવે અહીં સ્થિતિ કેવી છે તે જુઓ. દેવતાપણું મળેલું છે; છતાં પિતાના અપમાનથી ક્રોધ થતું નથી. જૈનશાસનની આ રિદ્ધિસિદ્ધિ છે, આ મહત્તા છે. કાગળની કેથળી જેમ પિસા ભરવાને માટે નકામી છે; તેજ પ્રમાણે આજના જીવની દશા પણ આવા ભવ્ય જ્ઞાન માટે નકામા જેવી લાગે છે. શ્રાવક ઉપર અંગત ટીકા આવે છે, ત્યારે કેટલાક આત્માઓને દુઃખ થાય છે; પરંતુ