________________
૧૯૦
સિદ્ધચક માહાસ્ય એ રત્નને દીવે છે એ વાત સર્વથા સત્ય, પરંતુ એ દીવે કેણે ધારણ કરવું જોઈએ ? જે કઈ પિતાના મનરુપી મં. દિરમાં (ગૃહમાં) પ્રકાશ પાથરવા માગતું હોય તેણે જ એ રત્નદીપને હાથમાં ધારણ કરવું જોઈએ. જ્યાં સમ્યગ્દર્શનરૂપી રત્નદીપ તમે ધારણ કરો છો ત્યાં મનમંદિરમાં અંધકાર નષ્ટ થાય છે અને ત્યાં અલભ્ય એ પ્રકાશ લાભે છે. આપણે જે પાંચ રની આરાધના કરીએ છીએ તે પાંચ ગુણ મહાપુરુષે દ્રવ્યરૂપે-વસ્તુરૂપે હતા અને તેથી તેમને જ્ઞાન, અર્ચન, - પૂજન દ્વારા આરાધતા હતા. સમ્યગદર્શન એ જુદું અથવા
સ્વતંત્ર દ્રવ્યરુપે નથી, તે વસ્તુપે છે તેથી તેનું પૂજન એજ રીતે સુલભ છે કે તેને મનમંદિરમાં ધારણ કરે. હવે એ રત્નદીપરૂપ સમ્યગદર્શન છે એ વાત સ્પષ્ટ છે; પરંતુ એ દીવો જે દાબડીમાં હોય અથવા દીવાની ફરતે કઈ જાતના એવા તો ફરી વળ્યા હોય કે જેણે દીવાના તેજને ઢાંકી દીધું હોય તે તે પ્રસંગે એ આવરણને દૂર કરવાના યત્ન થવા જોઈએ. તે જ પ્રમાણે છઠ્ઠા પદની આરાધનામાં સમ્યગુદર્શન કહેલ છે તે રત્નદીપ રૂય સમ્યગદર્શન કેના ઉપર આધાર રાખે છે તે જુઓ. રતનદીપ એ છતાં દાબડીમાં હેય તે તેના નિવારણુપણામાં મદદગાર જોઈએ છે. તેમ અહીં પણ સમ્યગદર્શન રૂ૫ રત્નદીપને પ્રકાશમાન બનાવવા માટે રતનદીપને પણ સહાયકની જરુર છે. હવે એ સમ્યગદર્શન રૂપ રત્નદીપને સહાયક કેણ છે તેને વિચાર કરો.