________________
૧૯૭
જ્ઞાનપદ જાય એવી ઉગ્ર તપસ્યાઓ અને આરાધના, પરંતુ તેનું ફળ પણ એજ છે કે પાપને–સઘળા પાપને વિનાશ ! આ બધાથી પણ એજ વસ્તુ નિષ્પન્ન થાય છે કે નવપદની આરાધનામાં આત્માને સર્વ કર્મથી રહિત બનાવી મોક્ષપ્રાપ્તિ કરાવવી એજ નવપદારાધનાને મુખ્ય અને મહાન હેતુ છે; બીજે કઈ પણ હેતુ આ આરાધનાને અંગે રહેલ નથી જ. મુંબઈ જવું હોય તે મુંબઈની ટિકિટ લઈને જ ગાડીમાં બેસવું પડે છે. હવે ગાડીમાં બેઠા પછી વચ્ચે પાલઘર આવી જાય, એ જુદી વાત છે, પરંતુ પાલઘર જવાને ઉદ્દેશ તે છેજ નહિ. ઉદ્દેશ તે માત્ર મુંબાઈ જવાને જ છે. એ રીતે નવપદારાધનાથી પદ્ગલિક સમ્પતિ મળી જતી હેય તે તે જુદી વાત છે; પરંતુ આરાધનાને હેતુ તે આત્મકલ્યાણ એ છે. આત્મકલ્યાણ એને મુંબાઈ સમજે, અને પાલાર એને પૌગલિક સંપત્તિ સમજે. આત્મકલ્યાણરૂપ મુંબઈ બંદરે જતાં પાલઘર રૂ૫ પગલિક સંપત્તિ આવી જાય એ એક વસ્તુ છે; પરંતુ ઉદ્દેશ પાલઘરરૂપ પધ્ધતિક સંપત્તિને નહિ, પરંતુ મુંબઈ જવાને અર્થાત્ આત્મપદપ્રાપ્તિને જ છે એ વાત ખૂબ ખૂબ ધ્યાનમાં રહેવી જોઈએ. માંગણમાં પણ “ ત્યાગ !
સર્વ કર્મથી રહિત થવું અને મોક્ષ પ્રાપ્ત કરે એજ ઉદ્દેશ નવપદની આરાધનામાં હવે જોઈએ એ વાત સ્પષ્ટ કર્યા પછી હવે આપણે આગળ વધવાનું છે. નવપદના પહેલા પાંચ પદોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિકાસને આપણે વિચાર કર્યો છે તે પછી સમ્યગદર્શનનું સ્વરૂપ જણાવ્યું