________________
શ્રી જ્ઞાન પદ. जीवाजीवाइपयत्थसत्थतत्तावबोहरुवं च । नाणं सव्वगुणाणं मूलं सिक्खेह विधएणं ॥३०॥
જ્ઞાનની અપૂર્વ મહત્તા, જ્ઞાન એટલે શું? જ્ઞાન, જ્ઞાનીની આરાધના કેવી રીતે કરી શકાય? જ્ઞાનગુણ એકજ પૂજવા ગ્ય છે કે જ્ઞાની પણ પૂજવા થગ્ય છે? જ્ઞાન અને સમ્યજ્ઞાન વચ્ચે રહેલ તફાવત. જ્ઞાનપ્રાપ્તિના બે માર્ગો છે. બે માર્ગમાંથી
યે માર્ગે મેળવેલું જ્ઞાન ઉત્તમ છે? જીવાદિક તત્ત્વનું જ્ઞાન મેળવવા માટે જોઇતી સુગ્યતા, જ્ઞાન એ મોક્ષનું કારણ ક્યારે બને છે?
શાસકાર મહારાજા શ્રીમાન રનશેખરસૂરીશ્વરજી મહારાજાએ ભવ્ય જીવન કલ્યાણ માટે શ્રીપાળચરિત્રની રચના કરી છે. આ રચના કરતાં આચાર્ય શ્રી જણાવે છે કે શ્રીપાળચરિત્રના પહેલા ત્રણ ખંડે એ રસકથા રૂપ છે;