________________
૧૮૧
કર્શનપદ વેશ સાથે પૂજનને પ્રતિબંધ છે. આ પ્રકારની તકરાર ચાલી રહી છે, એટલામાં વર્ષાકાળ આવી રહો ! કેટલાક લોકેએ ગોરજીને કહ્યું કે, “ વર્ષાકાળ છે, હવે આપ કયાં જશે વારૂ ? હવે અહીં જ રહો. અમે આપને માટે એક દહેરૂં બંધાવી આપીએ છીએ. ” આચાર્ય શ્રી કમલપ્રભસૂરિજીની દશા આ વખતે બહુ વિકટ થએલી હતી. આખા ગામના સાધુઓને વિચાર દહેરૂં બંધાય તેની તરફેણમાં હતું. ગામના સઘળા શ્રાવકે પણ દહેરૂં બંધાય એ ઈચ્છાવાળા જ હતા. આટલી મોટી બહુમતિ પિતાની સામે હોવા છતાં, “ બહુમતિને માન આપીને હું મારા વિચારો પાછા ખેંચી લઉં છું !” એવા દાંભિક વચને તેઓ ઉચ્ચર્યા ન હતા, તેમણે સાફ સાફ જણાવી દીધું હતું કે “ભલે સઘળા શ્રાવકે મારે વિરોધ કરે ! બધા સાધુઓ પણ મારા વિરોધી થાઓ એ બધી વાતની મને લેશમાત્ર પણ પરવા નથી, મને માત્ર એટલી વસ્તુની પરવા છે કે મારું આગમ સંરક્ષિત રહે ! શાસન તો સ્પષ્ટ શબ્દોમાં એમ જાહેર કરે છે કે ભલે જિનમંદિર નામ આપે, પરંતુ જે મંદિર સાધુઓને રહેવાને માટે બાંધવામાં આવે છે તે મંદિર પાપના સ્થાનરૂપ છે.” તે દિવસ સૂરિજીના આ વચનની કિંમત ભલે માન્ય થઈ હેય કે નહિ થઈ હેય, આજે તેમના આ વિચારે સઘળા
સ્વીકારે છે અને તેમની આજ્ઞાને બધાએ માન્ય રાખી છે. આચાર્યદેવ કમલપ્રભસૂરિજી.
હવે શબ્દને અને વાકોને કે વિચિત્ર અર્થ થઈ શકે છે તે પણ સાથે સમજી લે. જો કે એ