________________
દર્શનપદ
૧૭૯ શાસનની આ સખત આકરી વ્યવસ્થાને લઈને છે. શાસનની અખંડિતતા સમ્યગદર્શનના પ્રતાપથી જ વિદ્યમાન છે. જેનામાં સમ્યકત્વ નથી તેને સંઘપ્રસાદને પગથીએ ચઢવાને પણ હક નથી. શ્રાવકના વ્રતેને અંગે લગભગ તેરમેં ક્રોડ ઉપર ભાંગી પાડવામાં આવેલા છે; પરંતુ એક પણ ભાંગે એ નથી કે જેમાં સમ્યકત્વ નહિ હોય ! જેનામાં સમ્યફત્વ નથીજ તેવાને તે સીડીને પગથીએ પગ મૂકવાને પણ અધિકાર નથી. સમ્યક્ત્વ સિવાય સંઘમાં ટકી શકવું જ મુશ્કેલ છે, ત્યાં સડે કેવી રીતે રહી શકે? જેનશાસન અવ્યાહત રીતે ટકી રહ્યું છે, ટકે છે અને ટકશે, તે સઘળાને આધાર સમ્યગદર્શનના ઉપર છે. તીર્થકર ભગવાનેને એક રીતે આચાર્યોની સાથે ગણ્યા છે; પરંતુ આચાર્યોને એટલું માન ક્યારે મળે છે તે વસ્તુ સમજી રાખો. જે આચાર્ય જૈનશાસન પ્રમાણે માર્ગ ચોકો રાખે છે તેજ આચાર્ય તીર્થકરની સમાન છે. હવે આચાર્ય અને તીર્થકર બંનેને સમાન ગણ્યા છે એટલે આચાર્યની જેના હાથે અવજ્ઞા થઈ છે તેના હાથે તીર્થકર ભગવાનેનીજ અવજ્ઞા થઈ છે એમ શાસ્ત્રીય દષ્ટિએ મનાય છે. શાસનમાર્ગનું સમ્યફ પ્રકારે જે આચાર્ય નિરૂપણ કરે છે. તે આચાર્યની જે કઈ અવજ્ઞા કરે છે તે “ પુes » ગણાય છે; પરંતુ આચાર્યજ જે માર્ગનું ઉલંઘન કરે તે તે આચાર્ય એ “અધમ વાપુરુષ” છે. એક બાજુએ આચાર્યને તીર્થંકરની સાથે સરખાવ્યા છે, પરંતુ તેજ આચાર્યને બીજી વખત પુરુષમાં વધારે અધમપંક્તિએ ધકેલી મૂક્યા છે!