________________
૧૮૭
દર્શનપદ તાઈને નાશ થતું નથી, કારણ કે તેણે એ પંડિતાઈ ઉન્માદની દશામાં મેળવેલી નથી ! તેણે એ પંડિતાઈ ઉન્માદની દશા પ્રાપ્ત થાય તે પહેલાં મેળવી છે એટલે જ્યાં ઉન્માદની દશા દૂર થાય કે પંડિતત્વ પ્રકાશે છે. તે જ પ્રમાણે નિગોદની પ્રાપ્તિ થાય એટલે નિગોદમાં બંને સરખા એ વાત સાચી છે, પરંતુ પિલા આત્માએ મેળવેલું સમ્યક્ત્વ એ નિગદની સ્થિતિની પહેલાનું છે એટલે તે નિગદમાં ઉતરે છે ખરે, પરંતુ પાછો આવે ત્યારે જે હતું તેને તેજ ! તેમાં જરાપણ ફેરફાર નહિ. આચાર્યાદિકની જે મહત્તા જૈનશાસન ગાય છે અને અર્ધપગલપરાવર્તામાંજ મેક્ષની જે ખાતરી આપવામાં આવે છે, તે સઘળાની ભૂમિકા સમ્યગૂદર્શનને જ માનવામાં આવે છે એ વસ્તુ સ્મૃતિમાં રાખવાની ખાસ જરૂર છે. તેથી જ સમ્યગદર્શન એ ચીજ કેટલી મહાન છે તે જણાઈ આવે છે. સમ્યગ્રદશનની સરળ વ્યાખ્યા.
સમ્યક્ત્વવાળાને આ રીતે અર્ધ પગલપરાવર્ત કાલમાં મેક્ષની પ્રાપ્તિ છે જ, એથી માલમ પડે છે કે સિદ્ધપણાની અથવા આચાર્યાદિકની શાસને જે મહત્તા અને શ્રેષ્ઠતા દર્શાવી છે તે સગળું સમ્યગદર્શન ઉપરજ અવલંબેલું છે. અર્થાત્ રાજ્ય સંસ્થાઓમાં જેમ ઉદ્દેશ મહત્ત્વને અને સર્વવ્યાપક હોય છે, વ્યાપારધંધામાં મુદ્રાલેખ જેમ મહત્વને અને સર્વવ્યાપી હોય છે તે જ પ્રમાણે જેનશાસનમાં સમ્યક્ત્વ એ મહત્ત્વનું અને સર્વવ્યાપી છે. અર્થાત્ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ