________________
દર્શનપદ
૧૮૫
બંધાયું હતું તે વિખેરાઈ ગયું અને સંસાર વધી પડ્યો. સમ્યગદર્શનને જૈનશાસનમાં કેટલે મહિમા ગાયો છે તે આ ઉપરથી તમે સમજી શકશે. આચાર્યોને પણ મનમાન્યા ઘોડા દોડાવવાના નથી જ, ફાવે તેવી ગમ્મત કરવાની નથી; પણ હંમેશાં સમ્યગદર્શનને જ અનુસરતું રહેવાનું છે ! આ ઉપરથી સાબીત થાય છે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ બધા “સખ્યત્ર” એ રાષ્ટ્રપતિ નાજ અનુયાયીઓ છે અને તે બધાને એ સમ્યક્ત્વને જ અનુસરીને ચાલવાનું છે. રાજ્યમાં વફાદારી એજ કિંમતી ચીજ ગણાઈ છે તે જ પ્રમાણે શાસન સામ્રાજ્યમાં સમ્યગુ દર્શનની કિંમત છે. કેઇ માણસે મહારાજાની ગમે તેવી ભક્તિ કરી હોય પરંતુ જ્યાં તે દેશદ્રોહી થાય છે કે પછી તેને માટે દયા નહિ ! તેની આગલી બધી સેવા રદ થાય છે અને વધારામાં ફાંસીની સજા તે ખરી જ ખરી ! એજ રીતે કોઈ આત્મા ક્રોડપૂર્વથી ચારિત્ર પાળતું હોય તે આત્મા પણ જે સમ્યગદર્શન વિનાને હોય તે તેને સમજી લેવું કે એ શાસન સામ્રાજ્યમાં ઘુસી ગએલો જાસુસ છે. સમ્યકત્વ હોય અને સાધુપણું ન સ્વીકાર્યું હોય તે તે શ્રાવક પણ શાસનને સાચે વફાદાર છે, પરંતુ સમ્યક્ત્વ વિનાને સાધુ શાસનને શત્રુ છે. ત્યારે હવે આવી વફાદારીને પ્રભાવ શું? કાંઈપણ કાર્ય, કારણ વિના બનતું નથી. જ્યાં કારણ હોય છે, ત્યાં કાર્ય પણ હેવું જોઈએ એ સૃષ્ટિને અચલ તિયમ છે. ત્યારે વફાદારીરૂપ કારણ થયું છે તે તેનું કાર્ય શું હોવું જોઈએ તે શોધી કાઢે.