________________
દર્શનપદ
૧૮૩
બધે વિરોધ કર્યો, પણ આચાર્યશ્રી સાચી પ્રરૂણાથી ડગ્યા નહિ. આનું નામ તે સમ્યગદર્શન ને શાસનની ભક્તિ, માર્ગની ભક્તિ, સાચે શાસનપ્રેમ ! ! ! આ પ્રકારે આચાર્યશ્રીએ સાચી તસ્વપ્રરૂપણા કરી, ધર્માનુકૂળ કથન કર્યું ત્યારેજ તીર્થંકરનામાગેત્ર ઉપાર્જન કરી શકાયું હતું. હવે આગળ આ પ્રસંગ કરતાં વધારે વિકટ પ્રસંગ આવે છે. આચાર્ય દેવને સામૈયા પ્રસંગે એક જતણું (એક (જાતની સ્ત્રી) ભક્તિથી હર્ષમાં આવી પગે પડી ગઈ! સાધુ પુરુષને દેખીને બાઈને એકદમ આનંદ થયો. શરીર પવિત્રતાના સંસ્કારોથી યુક્ત થયું અને તેથી જ બાઈએ ભક્તિ ભાવપૂર્વકજ મહારાજને પગે સ્પર્શ કરીને વંદના કરી લીધી ! આચાર્ય ભગવાનને તે આ સમયે ખ્યાલ પણ ન હતું; પણ ખ્યાલ આવતાં તેઓ સ્ત્રીસ્પર્શથી દૂર રહેવા ખસી પણ ગયા. હવે એક સમયે એ વખત આવી પહએ કે તત્ત્વપ્રરૂણા કરતાં આચાર્ય દેવે એમ કહ્યું કે “અરિ. હંત ભગવાન પણ જે સ્ત્રીના સંઘટ્ટવાળા (અડકેલા) હોય તે તેઓ અરિહંતપદથી પણ હેઠા પડે છે, તેમને અરિહંત ન કહેવા જોઈએ ! આ પ્રસંગે જે સાવદ્યાચાર્ય કહી આચાર્ય શ્રીની ટીકા કરનારા હતા તેમણે પિતાની હૃદયગત ઈરાક્ષસીને તૃપ્ત કરવા તરતજ આચાર્યશ્રીને પ્રશ્ન કર્યોઃ “મહારાજ ! આપ જ્યારે તીર્થંકર ભગવાનને વિષે પણ આમ કહે છે ત્યારે આપને ફલાણું વેળાએ સ્ત્રી સ્પર્શ કરી ગઈ હતી તેનું શું ?” વિરોધીઓના આ પ્રશ્નને સીધો સાદે ઉત્તર એ હતે કેઃ “ મહાનુભાવે ! એ વાતને મને ખ્યાલ ન હતું