________________
ઉપાધ્યાયપદ
૧૧૧
સમ્યકત્વને ટકાવવાના જે પ્રયત્ન નહિ જ થાય તે આંધળે વણતે જાય અને વાછરડો ચાવતે જાય એવી સ્થિતિ ઉત્પન્ન થાય! ત્યારે ખરી મુશ્કેલી એ છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી તે ટકાવી રાખવાના ય આદરવા ઘટે. સમ્યકુત્વ ટકાવી રાખવાના એ ય શું હોઈ શકે તેને વિચાર કરે. શાસ્ત્ર કહે છે કે સમ્યકત્વ ટકાવવાનો માર્ગ એ છે કે
પરમાર્થસંસ્તવઃ ” જીવાદિક પરમાર્યો છે અને તેથી જે સમ્યકત્વ ટકાવવું હોય તે એ જીવાદિક પરમાર્થોને અત્યંત પરિચય કર જોઈએ. અત્યંત પરિચય કરો એટલે લૌકિક અર્થમાં કહીએ તે રગડવું! પણ રગડે શાને ? વણનારાએ વણીને વસ્ત્ર તયાર કરેલું હોય તેજ તેને રગડીને મજબુત બનાવી શકાય ! પણ જે વસજ ન વણાયું હોય તે કોને રગડી શકાય? સંસ્કારે કાયમ શી રીતે થાય?
જેમ વસ્ત્રના ઉત્પાદન વિના રગડવાની સ્થિતિને અવકાશ નથી, તેજ પ્રમાણે જીવાદિક પરમાર્થોના ઉત્પાદન વિના તેને પરિચય કરવાની વસ્તુને પણ અવકાશ નથી. તીર્થકર ભગવાનના ઉપદેશથી સમ્યકત્વ ઉત્પન્ન થાય છે ખરુંપરંતુ તે ટકી રહે છે તે ગણધર ભગવાને અર્થાત્ આચાર્યોને લીધે! તમારામાં ધર્મસંસ્કાર અને ધર્મભાવનાના છેડા કે ઘણું જે અંશે છે અથવા જાગૃત રહે છે તે વ્યાખ્યાનશ્રવણને અંગે છે. તમે દરરોજ વ્યાખ્યાન સાંભળે છે; પરંતુ જ્યાં ઉઠી ગયા કે તેમાંનું કાંઈ રહેતું નથી. સાધુ અને શ્રાવકની આ સ્થિતિ આજેજ છે એમ