________________
દર્શનપદ सव्वन्नुपणीयागमपयडियतत्तात्थसदहणरूवं । दसणरयणपईवं निच्चं धारेह मणभवणे ॥२७॥
સમ્યગ્રદશન એ એક જનશાસને જગતને આપેલ સુવર્ણસંદેશ છે. જે સમ્યગદર્શનને ત્યાગ કરે છે, તેવા આત્મા જીતેલી બાજી હારી જાય છે. કેઈપણું મહાપદની પ્રાપ્તિ સમ્યગ્રદર્શન વિના થઈ શકતી નથી. માત્ર સત્ય અસત્યને જુદા જુદા કરીને દેખાડનારી અદ્દભુત આંખે એટલે સમ્યગૂદશન. કેઈપણ જાતના તેલની જરૂર વિના સતત બીતે રહેનારે સમ્યગ્નદીપ એ જૈનહૃદયને શણું ગાર છે. સમ્યગદશન વિના અરિહંતપદની પ્રાપ્તિ પણ તદન અશક્ય છે.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખસૂરીશ્વર મહારાજ ભવ્યજીના કલ્યાણાર્થે શ્રીપાલચરિત્રની રચના કરી ગયા