________________
દનપદ
૧૬૭ નથી, વ્રત લીધાં નથી, પરંતુ તે પહેલાં એક વિચિત્ર બનાવ બને છે. દેવતાઓ રાજાની પરીક્ષા લેવા માટે તૈયાર થાય છે અને તેઓ રાજાના વૈરાગ્યની પરીક્ષા માટે માર્ગમાં એક બાજુએ ઝીણી દેડકીઓ વિકૃ છે. એક બાજુને રસ્તે ઝીણી દેડકીઓથી ભરાએલ છે અને બીજી બાજુએ કાંટાઓ છે. હજી તે રાજાએ દીક્ષા કે વ્રત લીધાં નથી તે છતાં રાજા દેડકીઓની સંરક્ષા માટે કાંટાવાળે રસ્તેથી પસાર થાય છે. કાંટા વડે પગ વિંધાય છે, પગમાંથી લોહીની ધારાઓ વહે છે, તે છતાં રાજા એજ રસ્તે પિતાનું પ્રયાણ ચાલુ રાખે છે ! બીજી તરફ આપણી સ્થિતિ જુએ. આપણે સાઠ વર્ષ સુધી કથાઓ સાંભળીએ છીએ, છતાં આપણે ક્યાં ? ત્યાંના ત્યાંજ ! ત્યારે હવે વિચારો, કે એ સ્થિતિ શાને આભારી છે–શા માટે છે ? જવાબ એ છે કે આપણે આત્માને લસેટ નથી ! આત્માને યાદ કર્યો નથી, આમામાં વૃત્તિઓ વાળી જ નથી અને આત્મપદ પામવાને પ્રયત્ન કર્યોજ નથી. જે કાંઈ પ્રયત્ન થયે હોય તે પુણલને લસોટવાનેજ છેપુદ્ગલેને યાદ કરવાનું છે અને પુદગલેથીજ રાજી થવાનું છે ! આરાધના એ નવરાનું કામ નથી.
ધર્મશ્રવણ કરવામાં ધર્મકથા તત્ત્વરૂપે સાંભળવામાં એક વાર સાંભળવામાં પણ જે જિંદગીને ભેગે તન્મય બન્યા છે, તેવાજ આત્માઓ આત્મસ્વરૂપને અડકી શક્યા છે. ચરિત્ર સાંભળવા છતાં તમે એ યાદ રાખ્યું છે કે તેમણે મૃદ્ધિ મેળવી, તેમના ઉપર દેવતા પ્રસન્ન થયા અને તેઓ