________________
૧૭
સિદ્ધચક્ર માહામ્ય
જગતના મહારાજે તરફ નજર નાખશો તે જણાશે કે દુનિયાના રાજ્યો રાજાસત્તાક હેય કે પ્રજાસત્તાક હય, ગમે તેવું રાજતંત્ર હોય તે પણ રાજાને અથવા પ્રેસિડેટને તથા મોટા અધિકારીઓને પિતાના અધિકાર પર બેસતી વેળાએ સેગન લેવા પડે છે. એ સેગનની એટલી બધી મહત્તા છે કે જે તેઓ સેગન ન લે તે તેમને ગાદી ઉપર ચઢવાને બદલે નીચે ઉતરવું પડે છે ! ત્યારે વિચાર કરે એ સેગનનું આટલું બધું મહત્ત્વ કેમ હશે ? સોગનને અપૂર્વ મહત્તા આપવાનું કારણ એ છે કે એ સેગન લેવાની ક્રિયામાં એક પ્રકારની રાજનીતિ રહેલી છે, તેમાં દેશ પ્રત્યે, રાજા પ્રત્યે, કિંવા પ્રજા પ્રત્યે વફાદારીની ભાવના હોય છે. રાજા ગાદી ઉપર બેસે છે ત્યારે ધર્મગુરુ તેને સૌથી પહેલાં સેગન આપે છે. સારા પ્રતિજ્ઞા કરે છે કે હું મારા દેશને, મારી પ્રજાને, મારા ઈશ્વરને અને મારા ધર્મને વફાદાર રહીશ ! આવી પ્રતિજ્ઞા થાય છે ત્યારે રાજાને પગ ગાદી ઉપર મૂકાય છે. પ્રતિજ્ઞા તે પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞાની ભાષામાં સહેજ પણ ફેરફાર ન થાય, બે શબ્દ સાથે હોય તેને છૂટા ન પડાય, અવારનવાર ન થાય અરે ! અલ્પવિરામ પણ ન ન ઘુસાડી દેવાય ! કે કાને ન ખસેડાય !! “ગડ” શબ્દને બદલે અંગ્રેજબાદશાહ ઈશ્વરશબ્દ પ્રતિજ્ઞા વખતે ન વાપરી શકે યા મહમદને ધર્મ પાળનાર તુર્કને પ્રેસિડેન્ટ કમાલપાશા “ખુદાઈ પયગામને બદલે “ઈશ્વરી પયગામ” કે ઈશ્વરી સંકેત ન કહી શકે !