________________
૧૭૪
સિદ્ધચક્ર માહાસ્ય
પૂર્વના કાળ જાય તે પણ જેમ ૧૦૦ માણસે હોવા છતાં તે વગર દવાએ પરસ્પર દેખી શકતા નથી તે જ પ્રમાણે કેવળપણું હેવા છતાં મેક્ષ થતું નથી. હવે જેમ દીવે આવતાં માણસે દેખાય છે તે જ પ્રમાણે સર્વ સંવરચારિત્ર આવે છે ત્યારેજ મોક્ષપ્રાપ્તિ થાય છે. સર્વ સંવરચારિત્રની પ્રાપ્તિ થાય કે તરત જ મોક્ષ; પછી મેક્ષને વાર લાગતી નથી. કેવળપણની પ્રાપ્તિ થઈ હોય તે છતાં સર્વ સંવરચારિત્ર ન આવ્યું હોય તે કેવળજ્ઞાની પણ મેક્ષે જઈ શકતેજ નથી. અર્થાત્ માણસે પરસ્પર દેખાવાનું કારણ જેમ દી બને છે તે જ પ્રમાણે સર્વ સંવરચારિત્ર એ મોક્ષનું કારણ બને છે. સર્વ સંવરચારિત્ર એ મેક્ષનું કારણ છે, એને અર્થ એ નથી કે સમ્યગુજ્ઞાન ને સમ્યગદર્શન મેક્ષનું કારણ નથી. એ પણ મેક્ષનું કારણ તે છે જ, પરંતુ તે દી અને આંખ એ પ્રમાણે છે. દી આવ્યો ત્યારે બધા માણસે એક બીજાને દેખી શકયા છે એ વાત સાચી છે, પરંતુ એ માણસને આંખ હતી તે દેખી શક્યા હશે કે દીવ આવ્યો એટલે આંધળા પણ દેખી શકયા હશે ? જવાબ એજ મળશે કે દીવ આવ્યાથી દેખી શક્યા એ વાત પણ ખરી છે અને આંખે હતી માટે દેખી શક્યા હતા એ વાત પણ ખરી; ત્યારે જેમ દીવે અને આંખ બંને દેખવામાં કારણ છે તેમ સમ્યગ જ્ઞાન, સમ્યગદર્શન અને સર્વ સંવરચારિત્ર એ ત્રણ સમૂહિત મેનું કારણ બને છે. સમ્યક્ત્વની અપાર મહત્તા,
- હવે મોક્ષ મળ્યા પછીની સ્થિતિને વિચારી જુઓ! મોક્ષપ્રાપ્તિ થઈ કે અન્ય સઘળું તે એની મેળે જ દૂર