________________
દર્શનપદ
૧૬૯
નામાંથી તેઓ એક તલપુર ખસતા નથી. વળી જ્યારે વિદ્યા ધરે, ચારણે, શ્રમણ વગેરેને પણ માન્ય થએલા છે એવી મહારાજાની સ્થિતિ છે, ત્યારે પણ આરાધના એ તેમની સામે ને સામે રહે છે. હવે વિદ્યમાન જગતની સ્થિતિ વિચારે. આજે સમય કે છે ? સુખ અને શાંતિ હોય ત્યારે તે આરાધના થાય છે; પરંતુ જ્યારે સંકટ આવી પડે ત્યારે આરાધના ઉચે મૂકી દેવામાં આવે છે. તમે શું કરે છે તે વિચારે. ઓળીને પ્રસંગ હોય, તે કહે કુર સદ નથી, આવતે વરસે કરીશું! ત્યારે વિચાર કરે કે તમને બહુ બહુ તે વરસે પાંચ પંદર લાખને વેપાર કરનારને ફુરસદ નથી મળતી; ત્યારે રાજામહારાજેઓને ફુરસદ કેવી રીતે મળી હશે ? આખા રાજ્યનું સંચાલન કરતાં શ્રીપાળમહારાજાને અવકાશ કેવી રીતે મળ્યો હશે ? શું આ બધા નવરા હતા કે તેમને આરાધનાને માટે સમય મળે હતું ? અહીં વસ્તુ શું છે તેને વિચાર કરો. ધર્મકાર્યો એટલે ફરજ,
શ્રીપાળમહારાજાએ અને બીજા રાજામહારાજાઓએ ધર્મકાર્યોને ફુરસદના કામે ગણ્યાં ન હતાં; તેમણે ધર્મકાર્યોને ફરજ માની હતી, અને કર્તવ્ય માન્યું હતું અને તેથી તેઓ તમારા કરતાં લાખગણે વધારે ધંધે કરનાર હતા, તે છતાં ધર્મકર્તવ્યમાંથી રતિભર પણ પાછા હઠયાં ન હતા. શ્રીપાળમહારાજાનું જીવન આપણે એ જ રીતે સાંભળવું રહ્યું! જે રસકથા તરીકેનવલકથા તરીકે શ્રીપાળમહારાજાનું જીવન સાંભળ્યા કરીશું તે બીજી પચાસ જિંદગી જશે તે